સાઈબર ક્રાઇમે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ – આરોપીઓ આવી રીતે કરતા હતા છેતરપીંડી

અમદાવાદ(ગુજરાત): આજકાલ ઓનલાઈનનો વ્યવસાય મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન, અમદાવાદ(Ahmedabad)માં સાઈબર ક્રાઈમ બ્રાન્ચ(Cyber Crime Branch) દ્વારા ઓનલાઇન શોપિંગ(Online shopping) કૌભાંડનો પર્દાફાશ કરી લાખો…

અમદાવાદ(ગુજરાત): આજકાલ ઓનલાઈનનો વ્યવસાય મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન, અમદાવાદ(Ahmedabad)માં સાઈબર ક્રાઈમ બ્રાન્ચ(Cyber Crime Branch) દ્વારા ઓનલાઇન શોપિંગ(Online shopping) કૌભાંડનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, સાયબર ક્રાઇમની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી લાખો લોકોના થયેલા ડેટા લીક(Data leak) કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બંને આરોપીઓ ઓનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા. સાયબર ક્રાઇમ દ્વારા 20 લાખ યુઝર(20 lakh users)ના ડેટા લીક થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

પોલીસ ગિરફતમાં ઉભેલા આરોપીઓનું નામ ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ અને નિલેશ બાબરીયા છે. બંને યુવકોની છેતરપીંડી કરતા પહેલા પબજી ગેમ રમતી વખતે મુલાકાત થઈ હતી. આમ તો બંને આરોપીઓએ કઈ ખાસ અભ્યાસ કર્યો નથી છતાં તે માસ્ટર માઈન્ડ છે અને ટેલિગ્રામમાંથી તમામ લોકોના ડેટા મેળવી એકાઉન્ટ હેક કરી છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ બન્ને આરોપીઓ ફ્લિપકાર્ટ, મંત્રા, બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક જેવી બીજી વેબસાઈટના ગ્રાહકોના ઑનલાઇન ડિલિવરી કરેલા ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા. મળતી માહિતી મુજબ, બનેં આરોપીઓએ ટેલીગ્રામમાંથી આ તમામ ડેટા મેળવી ભોગ બનનારના યુઝર દ્વારા તેને હેક કરી આ સમગ્ર કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇ.પી એડ્રેસનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત, આરોપીઓએ OTT પ્લેટફોર્મનાં પણ ડેટા હેક કરી વગર ખર્ચે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લેતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ટેલીગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકોના આઇ.પી બ્લોક ના થાય તેનું ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા. સાયબર ક્રાઇમ દ્વારા દેશ ભરમાં 20 લાખ યુઝરના ડેટા લીક થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશના ગ્રાહકોનાં ઓર્ડર મેળવી લઈ કૌભાંડ આચરતા હતાં અને છેલ્લા એક વર્ષમાં અનેક લોકોના ડેટા હેક કરી તેમના એકાઉન્ટ અને ટાર્ગેટ કર્યા હતા. નોંધનીય છે કે, આરોપીઓ ઓર્ડર કોઈ ઘરે કે ઓફિસની જગ્યા પર નહિ પરંતુ રોડ પર જ ઓર્ડરની ડિલિવરી મેળવવા હતા. અત્યારસુધીમાં બંને આરોપીઓએ 1 હજારથી વધુ લોકો સાથે ચીટીગ કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, સાયબર ક્રાઈમ દ્વારા આરોપીઓ પાસેથી 92 વસ્તુ કબ્જે કરવામાં આવી છે.

આરોપીઓની મોડેસ ઑપરેન્ડીની વાત કરીએ તો પશ્ચિમ બંગાળથી એક ડમી સિમકાર્ડ લાવ્યા હતા. જે સીમકાર્ડ માત્ર ઓર્ડરની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખી બંધ કરી દેતા હતા. જેથી કરીને પોલીસ તેમને ટ્રેક ના કરી શકે. આ આરોપી ખાસ કરીને જે એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર કરતા હોય તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા. ઉલ્લેખનીય છે કે, આ ગેંગમાં અન્ય લોકો પણ સામેલ હોય શકે છે. કારણ કે, આ દેશ વ્યાપી કૌભાંડ છે જેથી અન્ય લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓ કોને કોને માલ વેચ્યો છે તેની પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *