શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 1થી 5નું ઓફલાઈન શિક્ષણ શરુ કરવા અંગે લીધો મોટો નિર્ણય- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): રાજ્યમાં ધોરણ 1થી 5 ના વર્ગો ઓફલાઈન(Offline classes) શરૂ કરવા અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ધોરણ 6 થી ધોરણ 12 બાદ હવે ધોરણ 1થી 5(Standard 1 to 5)ના વર્ગખંડો શરૂ કરવાને લઇને લોકોને ઘણા પ્રશ્નો થઇ રહ્યાં હતાં. ત્યારે અમે તમને જણાવી દઇએ કે, રાજ્યમાં ગઈ કાલે બુધવારના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શિક્ષણમંત્રી(Minister of Education) જીતુ વાઘાણી(Jitu vaghani)એ આ અંગે જણાવતા કહ્યું હતું કે, ‘ધોરણ 1 થી ધોરણ 5ના વર્ગખંડનું ઓફલાઈન શિક્ષણ(Offline education) દિવાળી બાદ શરૂ કરવામાં આવશે.’

હાલમાં ધોરણ 6થી8 અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈને શિક્ષણ મેળવી રહ્યાં છે:
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 1 થી ધોરણ 5માં આશરે 48 લાખ બાળકો હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 6થી8 અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈને શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છે. જ્યારે ધોરણ 1 થી ધોરણ 5 માં અભ્યાસ કરતાં બાળકો માર્ચ-2020થી ઘરે બેઠાં જ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે. ત્યારે હવે આ વિધાર્થીઓ ઓફલાઈન શિક્ષણ દિવાળી પછી મેળવી શકે તેવું શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા જાણવા મળ્યું હતું.

આવી સ્થિતિમાં ધોરણ 6થી ધોરણ 8ના વર્ગો 2જી સપ્ટેમ્બરથી શરૂ કરાતા હવે સ્કૂલોને પુન:શરુ કરવા બુધવારે એટલે કે ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં શિક્ષણ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જીતુ વાઘાણીના કહ્યા અનુસાર, સ્કૂલો શરૂ કરવા માટે અમે તૈયાર છીએ એટલે કે દિવાળી બાદ હવે ધોરણ 1થી ધોરણ 5 માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *