Cyclone biporjoy: ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ચક્રવાતી પવન “Biparjoy” નું સર્જન થયેલ છે. જે ઉત્તર દીશામાં 7 કી.મી.ની ઝડપે છેલ્લા 6 કલાકથી વધી રહ્યુ છે. જેનું લોકેશન પોરબંદરથી દક્ષિણ, દક્ષિણપૂર્વમાં 1010 કી.મી.ના અંતરે છે. જે આગામી 24 કલાકમાં ઉત્તર દિશામાં અને આગામી 3 દિવસમાં ઉત્તર અને ઉત્તર-પશ્વિમ દિશામાં ગતી કરી શકે છે.
આ ચક્રવાતનું સતત મોનીટરીંગ IMD, રાજ્ય સરકાર તેમજ જીલ્લા વહિવટી તંત્રો દ્વારા થઈ રહેલ છે. તેમજ દર ૨ કલાકે હવામાન વિષયક (પવન, વરસાદ,દરીયા કાંઠાના વિસ્તારો તેમજ માછીમારો વિષયક) અદ્યતન સૂચના IMD દ્વારાઆપવામાં આવી રહેલ છે.
ગુજરાતના દરીયા કાંઠા માટે હાલમાં પવન વિષયક કોઈ ચેતવણી કરવામાં આવી નથી. જયારે તારીખ 11 અને 12 માટે ગુજરાતના દરીયા કાંઠે 35 થી 55 કી.મી. કલાક ની ગતીથી પવન ફૂંકાય શકે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે 60-90 ની ગતીના પવનથી ઝાડની ડાળીઓ પડી જવી કે કાચા મકાનને નુકશાન જેવી ઘટના બની શકે છે.
માછીમારોને અરબી સમુદ્રમાં અમુક નિયત વિસ્તારોમાં તારીખ 7 જુન થી 14 જુન સુધી ન જવા સલાહ આપવામાં આવે છે. તેમજ અરબી સમુદ્રમાં ગયેલ માછીમારોને કાંઠે પરત ફરવા પણ સલાહ આપવામાં આવેલ છે. સુરત જીલ્લા માટે તારીખ 7 અને 8 માટે વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. જ્યારે તારીખ 9, 10 અને 11 માટે છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
મળતી માહિતી અનુસાર છેલ્લા બે દિવસથી ચક્રવાતનો રૂટ સતત બદલાઇ રહ્યો છે. આ ચક્રવાત સોમવારે ઓમાન તરફ ફંટાઇ જાય તેવું હવામાન વિભાગના ફોરકાસ્ટમાં જણાતું હતું, પરંતુ આ ફોરકાસ્ટ માત્ર 24 કલાકમાં જ બદલાઇને હવે ગુજરાતમાં કચ્છ-જામનગર વચ્ચે ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એકંદરે રાજ્યનો 1600 કિમીનો દરિયાકાંઠો સકંજામાં આવે તેવી પણ શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.