હજુ તો ‘તેજ’ ગયું નથી ત્યાં ભારત પર વધુ એક ‘હામૂન’ વાવાઝોડાંનો ખતરો- ઓડિશા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Published on Trishul News at 2:26 PM, Tue, 24 October 2023

Last modified on October 24th, 2023 at 2:27 PM

Hamoon Cyclone update news: બંગાળની ખાડીમાં ડીપ પ્રેશર એરિયા સોમવારે ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું. જે કારણે ફરી એકવાર ભારત પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ચક્રવાતનું નામ હામૂન પાડવામાં આવ્યું છે.

ચક્રવાત ‘હામૂન’ અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું
અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત ‘તેજ’ આરબ દેશો તરફ આગળ વધ્યું હતું પરંતુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત ‘હામૂન’ અંગે હવામાન વિભાગે આજે મોટું અપડેટ આપી દીધું છે. IMD એ આ ચક્રવાતી તોફાનના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામ આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું એવું છે કે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત હામૂન ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. વર્તમાન આગાહી અનુસાર આ ચક્રવાત 5મી ઓક્ટોબરે બપોરે બાંગ્લાદેશના ખેપુપારા અને ચટગાંવ તટ પર ટકરાશે.

કયા-કયા રાજ્યોમાં વરસાદની ચેતવણી?
તે ઉપરાંત IMDએ જણાવ્યું છે કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 24 ઓક્ટોબરથી જ વરસાદી માહોલ જોવા મળી શકે છે. સાથે જ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે, તારીખ 26 ઓક્ટોબરે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળી શકે છે. ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે અને જોરદાર પવન પણ ફૂંકાશે. પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની પણ હોઈ શકે છે. આ સિવાય બાંગ્લાદેશના દરિયાકાંઠે પવનની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ચક્રવાત ‘તેજ’ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થશે
બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યું છે કે રવિવારે ચક્રવાત ‘તેજ’ નબળું પડ્યા પછી અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન એજન્સીએ(IMD) જણાવ્યું છે કે ચક્રવાત તેજ 24 ઓક્ટોબરની સવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થશે અને તારીખ 25 ઓકટોબર એટલે કે બુધવારે યમન-ઓમાન દરિયાકાંઠે ટકરાશે.

Be the first to comment on "હજુ તો ‘તેજ’ ગયું નથી ત્યાં ભારત પર વધુ એક ‘હામૂન’ વાવાઝોડાંનો ખતરો- ઓડિશા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી"

Leave a comment

Your email address will not be published.


*