આવો ભયંકર અકસ્માત ક્યારેય નહિ જોયો હોય! ઉભેલા ટ્રક પાછળ અનેક વાહનો અથડાતા 4 લોકોના મોત

Road accident in Haryana: અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તાય્રે હાલમાં પણ નુહના રોજકા મેવ…

Road accident in Haryana: અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તાય્રે હાલમાં પણ નુહના રોજકા મેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં KMP પર એક ભયાનક માર્ગ અકસ્માત(Road accident in Haryana)માં ચાર લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રોડ પર એક ખરાબ થાય ગયેલ ટ્રક ઉભો હતો, જેને કારીગરો રિપેર કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી. ત્યાર પછી ટ્રકની પાછળ આવી રહેલ બે વાહનો પણ ટકરાયા હતા.

પોલીસે જણાવ્યું કે, કુંડલી-માનેસર-પલવલ (KMP) એક્સપ્રેસવે પર સવારે 6.30 વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ખામીયુક્ત ટ્રકને કારણે આ અકસ્માત થયો હતો. ડ્રાઈવર અને કો-ડ્રાઈવર ટ્રક પાર્ક કર્યા પછી રીપેરીંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા કોલસા ભરેલા વાહન ચાલકે ધ્યાન ન રહ્યું અને પાછળથી આવીને ટ્રકને ટક્કર મારી હતી.

અથડામણ બાદ અન્ય વાહન કેટલાક વાહનો પણ ખરાબ થઇ ગયેલ ટ્રક સાથે અથડાયા હતા, જ્યારે એક ડ્રાઈવરે અકસ્માત ટાળવા માટે બ્રેક લગાવી હતી, પરંતુ એક્સપ્રેસ વે પર ઢાળ હોવાને કારણે વાહનની બ્રેક લાગી ન હતી અને તે ડિવાઈડર પર ચડીને નીચે પડી ગયું હતું. ફ્લાયઓવર પરથી પડી જતાં ટ્રક ડ્રાઇવર અને ઓપરેટરનું મોત થયું હતું. તે જ સમયે પાછળથી ઘૂસી આવેલી કોલસા ભરેલી ટ્રકના ડ્રાઈવર અને કો-ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું હતું.

રોઝકામેવ પોલીસ સ્ટેશને મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને તેમની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. જો કે, હજુ સુધી ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખ થઈ શકી નથી. બીજી તરફ ચાર વાહનો એકબીજા સાથે અથડાતા રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસ ક્રેઈન વડે વાહનો હટાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *