ગઈકાલે સુરતમાં તૌક્તેનું તાંડવ દેખાયું હતું. ચારેતરફ ઘૂળની ડમરીઓ ઉડી હતી અને જોરમાં પવન ફુંકાઈ રહ્યો હતો. આવી પરીસ્થિતિ વચ્ચે બાપ દીકરો તૌક્તે તોફાનનો ભોગ બન્યા હતા. આ ધટના રવિવારે સાંજે કામરેજ નજીકના માંકણા ગામની છે. ત્યાં પિતા-પુત્ર બાઇક લઈને કોઈ કામ બહાર નીકળ્યા હતા. શિવમંદિર પાસેથી પસાર થતા હતા, ત્યારે અચાનક પીપળાનું ઝાડ તેમની ઉપર પાડતા બાઇક પર સવાર પિતા ઝાડ નીચે દબાઈ જતા ઘટના સ્થળએ મોત નીપજ્યું હતું અને પુત્રની હાલત ગંભીર છે.
હાલમાં તૌકતે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગઈ કાલથી જ વાવાઝોડાની અસર ગુજરાતના અમુક શહેરોમાં જોવા મળી છે, ત્યારે સુરતમાં વાવાઝોડાની અસરને પગલે પવન ફૂંકાતા એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આકસ્મિત રીતે આ વૃક્ષ નીચે પિતા-પુત્ર આવી ગયા હતા. જેમાં પિતાનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્રની હાલત ગંભીર છે.
વધુ જાણકારી મુજબ કામરેજના માકણા ગામે ઘટના બની હતી. તૌકતે વાવાઝોડાને લીધે આધેડનું મોત નીપજ્યું છે. મોટર સાયકલ લઈ નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યા હતા પિતા-પુત્ર, તે દરમિયાન પિતાનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મૃતકનું નામ દાનાભાઈ આહીર છે. જ્યારે પુત્ર સંજય આહીરને સારવાર માટે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.