હાલમાં જ ગુજરાત રાજ્યના સ્ટેટ સેક્રેટરી તરીકે નિમાયેલા પ્રદીપસિંહ વાઘેલા પોતાના એક ટ્વિટને કારણે ચર્ચામાં આવ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પર ‘વાયુ’ વાવાઝોડાના કારણે હાઈ એલર્ટ પર છે. દરિયા કિનારાના વિસ્તારો ને ભારે નુકશાન થવાની શક્યતા છે.
આ પરિસ્થિતિમાં પ્રદીપસિંહ વાઘેલાએ લોકોને સાંત્વના આપવા માટે એક ટવિટ કર્યું છે. જેમાં તેમને સાથે સાથે કોંગ્રેસ પર પણ નિશાનો સાધ્યો છે. તેમને આ ટવિટ માં લખ્યું છે કે “ભગવાન ને પ્રાર્થના.. હે ભગવાન વાવાઝોડું “કોંગ્રેસ” જેવું થઈ જાય, “આવે છે- આવે છે” સંભળાય ખરું પણ આવે જ નહીં….”
ભગવાન ને પ્રાર્થના..
હે ભગવાન વાવાઝોડું "કોંગ્રેસ" જેવું થઈ જાય,
"આવે છે- આવે છે" સંભળાય ખરું પણ આવે જ નહીં….— Pradipsinh Vaghela (मोदी का परिवार) (@pradipsinhbjp) June 13, 2019
આવી ગંભીર પરિસ્થિતિમાં પણ રાજકારણ રમવું ક્યાં સુધી યોગ્ય છે? આવી સ્થિતિમાં વિપક્ષની ટીકા કરવાને બદલે સૌએ સાથે મળીને નુકશાન ગ્રસ્ત વિસ્તારોમાં સેવા આપવી જોઈએ.
સવારે મળેલા સમાચાર મુજબ વાવાઝોડાએ દિશા બદલી નાખી છે અને સૌરાષ્ટ્રને અને આખા ગુજરાતને ભારે રાહત થઇ છે. પરંતુ એનો અર્થ એ નથી કે આપડે સાવચેતી ન રાખવી જોઈએ. હજી પણ ભારે વરસાદની આગાહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.