છેલ્લી વાર કિસ કરી લવ ? આમ પૂછીને ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડ સાથે…

છેલ્લી વાર કિસ કરી લઉં… એમ કહી એક યુવતીએ પોતાના પૂર્વ પ્રેમીની જીભ કાપી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલાની હાલ ધરપકડ કરવામાં આવી છે.…

છેલ્લી વાર કિસ કરી લઉં… એમ કહી એક યુવતીએ પોતાના પૂર્વ પ્રેમીની જીભ કાપી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલાની હાલ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેને 8 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. હાલ કોર્ટે આ ઘટનાની પૂરી તપાસ હાથ ધરી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લોપેજ ઈસ્ટીવે પોતાના પૂર્વ પ્રેમી સાથે બીજી વખત બ્રેક અપ થતાં તેણે તેની જીભ કાપી નાખી હતી. તે સ્પેનના બાર્સેલોનમાં રહેતી હતી. તેમના રિલેશનશિપની શરૂઆત 2016ની સાલમાં થઈ હતી. જે પછી તેમનો પ્રેમાલાપ બે મહિના સુધી ચાલ્યો હતો.

પ્રેમમાં તો આવું થયા કરે આવું માની મહિલા અને પુરૂષે પોતાના બ્રેકઅપ બાદ ફરી પ્રેમની સાપ સીડી રમવાની શરૂઆત કરી દીધી હતી. પણ ચાર મહિનામાં પ્રેમીને બીજી વખત બ્રેક અપ કરવાનું મન થઈ ગયું. તેની આ રોજબરોજની બ્રેકઅપની વાતથી યુવતી પણ કંટાળી ચૂકી હતી.

પોતાના પ્રેમીની વાત જ્યારે ઈસ્ટીવે સાંભળી ત્યારે તે પૂરા એપાર્ટમેન્ટમાં શોર બકોર કરવા લાગી. તેની ચીચીયારીઓ પૂરા એપાર્ટમેન્ટમાં સંભળાતા લોકો પણ બહાર નીકળી ગયા હતા. એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી ગયેલી મહિલાના દિલનું પરિવર્તન થતા તે ફરી પ્રેમીને મળવા માટે એપાર્ટમેન્ટ પર આવી હતી. તેણે પ્રેમીને ગળે લગાવ્યો અને બસ છેલ્લી કિસ કરી લઉં… આટલું કહી તેની જીભ કાપી નાખી.

જીભનો કપાયેલો ટુકડો તેના મોઢામાં જ રહી ગયો જે તેણે થૂંકીને જમીન પર પાડી દીધો. પ્રેમી રાડો પાડવા લાગ્યો. આખરે પાડોશીઓએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો.

હાલ યુવતીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતના વકિલે કહ્યું છે કે તે મહિલાને 10 વર્ષની સજા કરાવશે. જો કે સામે પ્રેમિકાએ પોતાના પૂર્વ પ્રેમી પર હિંસા કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે હું ઘર છોડીને જઈ રહી હતી ત્યારે તેણે મારું ગળું દબાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *