ગેસ સીલીન્ડરથી ભરેલા ટ્રક પર વીજળી પડતા ધ્રુજી ઉઠ્યો આખો હાઈવે- જુઓ ભયંકર દ્રશ્યો

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અવારનવાર ભયંકર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક…

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અવારનવાર ભયંકર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પર મંગળવારની રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

વીજળી પડતાં હાઈવે ઉપરથી પસાર થઈ રહેલ ટ્રક પલટી મારી ગઈ હતી. આ ટ્રકમાં 450 જેટલા ઘરેલું ગેસ- સિલિન્ડર્સનો જથ્થો ભરેલો હતો. વીજળી પડતાંની સાથે જ ટ્રક પલટી મારી ગઈ હતી. જેને લીધે તેમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગવાને કારણે એમાં રહેલ સિલિન્ડર્સ એક બાદ એક ફાટવા લાગ્યાં હતાં.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે, એમાં રહેલ બધાં જ સિલિન્ડરમાં એક પછી એક વિસ્ફોટો થયા હતા. અકસ્માતના અંદાજે 15 કલાક બાદ પણ હાઈવે બંધ રાખવામાં આવ્યો છે. બુધવારની સવારે હાઈવે પર જતા મુસાફરોને અટકાવી દેવામાં આવ્યા હતા.

બુધવારની સવારે ઘટનાસ્થળે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગેસ કંપનીના કર્મચારીઓને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આજુબાજુના વિસ્તારોમાંથી સિલિન્ડર્સના ટુકડાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ થયેલ ટ્રક ડ્રાઈવરની સારવાર ચાલી રહી છે.

5થી 7 કિમી દૂર સૂધી દેખાઈ આગની જ્વાળાઓ :
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, આગની જ્વાળાઓ અંદાજે 7 કિમી દૂર સુધી નજરે જોવા મળી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિક પોલીસ પણ હાઈવે પર પહોંચી ગઈ હતી પણ સિલિન્ડર્સમાં વારાફરતી વિસ્ફોટ થતો રહેતો હતો તેમજ ભીષણ આગની જ્વાળાઓ પણ ઊઠતી હતી. જેને પરિણામે ફાયરબ્રિગેડ અથવા તો પોલીસે પાસે જવાની હિંમત દાખવી ન હતી.

સિલિન્ડરના ટુકડાઓ પાસેનાં મકાનોના ધાબા સુધી પહોંચ્યા :
રાત્રિના 8 વાગ્યાનાં સુમારે હાઈવે પરથી પસાર થઈ રહેલ ટ્રક પર ધડાકાભેર વીજળી પડી હતી. જેને લીધે ટ્રક બેકાબૂ બનતા પલટી મારી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં ટ્રકમાં આગ ફાટી નીકળી હતી તેમજ એમાં રહેલ સિલિન્ડર્સના જથ્થાઓમાં એક બાદ એક આગ લાગી ઊઠી હતી. અકસ્માતને કારણે હાઇવે સહિતનાં ગામડાંમાં ખળભળાટ મચી ગયો હતો.

ઘટનાસ્થળથી 150 મીટર દૂર પણ ઊભા રહેવું જોખમી હતું :
ફાયર વિભાગમાં ફરજ બજાવતા દિનેશ જણાવે છે કે, ઘટનાસ્થળથી અંદાજે 150 મીટર દૂર ઊભા રહેવું પણ ખુબ જોખમી હતું. ફાયરબ્રિગેડની ટીમ પણ ટ્રકની પાસે જઈ શકે તેવી સ્થિતિમાં ન હતી. આ દુર્ઘટનામાં 35 વર્ષીય ટ્રકચાલક સતરાજ મીણા કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જો કે, આગની જ્વાળાઓને કારણે ડ્રાઈવર શરીરના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. અકસ્માતની આ ઘટના જયારે સિલિન્ડર ભરેલી ટ્રક નસીરાબાદથી કોટાના ભવાનીમંડી બાજુ જઇ રહી હતી ત્યારે સર્જાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *