ગર્લફ્રેન્ડ સાથે શરીર સુખ માણીને બોયફ્રેન્ડે કહ્યું- તારે મારા મિત્રને પણ ખુશ કરવો પડશે અને પછી જે થયું…

હાલ ફરી એક વખત સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ દરમિયાન અનેક એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં પરિચિત…

હાલ ફરી એક વખત સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ દરમિયાન અનેક એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં પરિચિત વ્યક્તિ દ્વારા જ મહિલાનું શોષણ કરવામાં આવતું હોય છે. કા તો પરિચયનો ફાયદો ઉઠવવામાં મહિલાને બદનામ કરવાની ધમકી પણ અપાતી હોય છે.

આ દરમિયાન વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલા દ્વારા તેના કથિત પ્રેમી સહિત બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી મહિલા મૂળ સુરતની રહેવાસી છે. આરોપી રાકેશ પાંડે સાથે પરિચયમાં હોવાથી રાકેશ પાંડેએ મહિલાને અમદાવાદ બોલાવી હતી.

મહિલાને અમદાવાદ બોલાવી મિત્રના ઘરે જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આરોપી રાકેશ પાંડેએ મહિલા પાસેથી ટુકડે ટુકડે 80 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. જોકે પ્રેમમાં અંધ થઇ ગયેલી મહિલાએ એક મોબાઇલ પણ લેવડાવ્યો હતો. મહિલાએ તેનું એટીએમ કાર્ડ પરત માંગતા રાકેશે જણાવ્યું હતું કે, તેને લેવા અમદાવાદ આવવું પડશે.

જેથી મહિલા એટીએમ કાર્ડ પરત લેવા માટે આવી હતી. જ્યાં તેને ફરી એકવાર રૂમમાં મળવા માટે બોલાવી હતી. જ્યાં બંન્નેએ સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અચાનક તેના બોયફ્રેંડે તેને કહ્યું હતું કે, તારે એટીએમ પરત જોઇતું હોય તો મને જે રીતે ખુશ કર્યો તે પ્રકારે મારા મિત્રને પણ ખુશ કરવો પડશે.

આ દરમિયાન અમદાવાદ રોકાવા આવવાની ફરજ પાડી પોતાના મિત્રને ખુશ કરવું પડશે તેમ કહી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ તો વસ્ત્રાપુર પોલીસ દ્વારા આરોપી રાકેશ પાંડે અને તેના મિત્ર સુરેશ યાદવ વિરુદ્ધ છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *