કોરોનાને કારણે અનાજ વિતરણમાં લાભાર્થીઓને આપવાની થતી દાળમાંથી હજુ ૧૦ ટકા જથ્થો જ અપાયો

આજથી અંદાજે એક મહિના પહેલા કેન્દ્ર સરકારે આર્થિક રૂપથી ગરીબ દરેક પરિવારને ત્રણ મહિના સુધી એક કિલો દાળ દેવાનુ આપવાનું કર્યું હતું. કેન્દ્ર સરકારે કોરોના…

આજથી અંદાજે એક મહિના પહેલા કેન્દ્ર સરકારે આર્થિક રૂપથી ગરીબ દરેક પરિવારને ત્રણ મહિના સુધી એક કિલો દાળ દેવાનુ આપવાનું કર્યું હતું. કેન્દ્ર સરકારે કોરોના રાહત પેકેજ ના ભાગરૂપે આ નિર્ણય કર્યો હતો. જોકે આટલા દિવસો વીત્યા પછી પણ એલાન પર અમલ વાસ્તવિકતાથી ખુબ જ દૂર છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દરેક રાજ્યોએ એપ્રિલ મહિનામાં ૧.૯૫ લાખ મેટ્રિક ટન દાળ ગરીબોમાં વહેંચવાની હતી. પરંતુ ૨૨ એપ્રિલ સુધી રાજ્યોએ ફક્ત 19,496 દાળ જ વહેંચી છે.

આ જાણકારી ઉપભોક્તા મામલાના મંત્રાલયના આંકડાઓ માં આપેલી છે. દેશ વ્યાપી લોકડાઉન દરમિયાન ઉપભોક્તા મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલય જ આવશ્યક વસ્તુઓ ની અપૂરતી પર દેખરેખ રાખી રહ્યું છે. સૂત્રો અનુસાર નેશનલ એગ્રીકલ્ચર કોપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઇન્ડિયા લિમિટેડ ને બફર સ્ટોક માંથી દાળનો પુરવઠો સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

નાણામંત્રાલય દ્વારા ગુરુવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ ને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે 1,09,227 મેટ્રિક ટન દાળ મોકલવામાં આવી છે. જો કે ખાદ્ય મંત્રાલયના આંકડાઓ થી જાણ થઈ કે એન.એફ.એસ.એ. તરફથી 19.55 કરોડ ગરીબ પરિવારો માટે મફત ઉપલબ્ધ કરાવવા 1,95,531 મેટ્રિક ટન દાળ ફાળવવામાં આવી છે.

જોકે રાજ્યો ને 1,22,312 મેટ્રિક ટન દાળ આપવામાં આવી છે. આમાંથી 44,932 મેટ્રિક ટન દાળ નિર્દિષ્ટ રાજ્યોને મોકલવામાં આવી છે. આ રાજ્યો સુધી 34,768 મેટ્રિક ટન દાળ પહોંચી. જેમાંથી લાભાર્થીઓને ફક્ત ને ફક્ત 19,496 મેટ્રિક ટન દાળ જ મળી છે. સુત્રોએ જણાવ્યું કે લોકડાઉનના એક દિવસ પહેલા જ પી.એમ.જી.કે.એ.વાય. ની ઘોષણા થઈ ચૂકી હતી. પરંતુ નૈફેડને મિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં મોડું થતાં આ પરિસ્થિતિ સર્જાણી.

નાફેડના એક વરિષ્ઠ અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસ ને જણાવ્યું કે,’અમારે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં ત્રણ મહિનામાં 19.6 55 કરોડ પરિવારો સુધી મફત દાળ વિતરિત કરવાની છે. બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યોમાં લાભાર્થીઓની સંખ્યા ખૂબ વધુ છે. જેથી વહેંચણી કરવાની પ્રક્રિયામાં અમને થોડો સમય લાગી રહ્યો છે. પરંતુ નૈફેડ આ રાજ્યોને દાળ મોકલી રહ્યું છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *