સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા એક ભારત દેશનાં કિશોરે તેની શાળામાં બનાવેલાં પ્રોજેક્ટને કૌટુંબિક બિઝનેસમાં ફેરવી દીધો છે. આ 16 વર્ષનાં બાળકે એક ટેકનિક શોધની કરી છે. જેનાંથી દિવાલમાં હોલ કર્યા વગર તમે ભારેમાં ભારે વસ્તુ કે સામાન દીવાલ પર લટકાવી શકો છો. આ કિશોર બાળકનું નામ ઇશિર વધવા છે. તે GEMS World Academyનો વિદ્યાર્થી છે. મળેલ માહિતીમાં જાણવા મળ્યું છે કે, આ કિશોરનાં પિતા પણ આ ટેક્નોલોજીને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
રોજિંદા જીવનમાં વસ્તુઓે લટકાવવાનાં ખીલાને દૂર કરવા માટેનો પ્રોજેક્ટ
મળેલ માહિતી મુજબ, ઇશિર વાધવાએ એક ઈનોવેટિવ પ્રોજેક્ટ જમા કરાવવાનો હતો. જે ગ્રેડ 10નાં કોર્સ માટે હતો. રોજિંદા જીવનમાં વસ્તુઓને દીવાલ પર લટકાવવા માટેનાં ખિલ્લાથી દિવાલોમાં નુકસાન થતું હોવા અંગેનું જોતાં તેણે આ માટેનો ઉપાય શોધ્યો હતો. ખીલી અને સ્ક્રૂનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવે છે તેમજ તેનાંથી દિવાલોને કોઈ પણ નુકસાન પહોંચે નહીં.
બન્ને ભાઈઓએ સાથે મળીને આ પ્રોજેક્ટ તૈયાર કર્યો
અમેરિકામાં એન્જિનિયરિંગ કરનારાં તેનાં મોટા ભાઇ અવિકની મદદ દ્વારા ઇશિરે તેનું સમાધાન શોધયું. ઈશિરે જણાવ્યું કે, જો આપણા દિમાગને એક સ્થાને રાખીએ તો આઈડિયાની સાથે સોલ્યુશન પણ ઝડપથી મળી રહે છે. બન્ને ભાઈઓનો વિચાર એવો હતો કે, એક ચુંબક તેમજ બે સ્ટીલ પ્લેટ બંનેને એક સાથે રાખવી. લોખંડની 1 પટ્ટી દિવાલની સાથે ચિપકાયેલી હોય. આ ટેપને અલ્ફા ટેપ નામ આપવામાં આવ્યું છે. નિયોડિમિયમ ચુંબક દ્વારા એને એક સાથે જોડીને રાખે છે. તેમાં ઓબ્જેક્ટ માઉન્ટ કરવામાં આવે છે. બે મેગ્નેટ એક સાથે આવીને તાળીનો અવાજ આપે છે. તેથી પરિવાર દ્વારા તેને ક્લૈપઈટ નામ આપવામાં આવ્યું છે.
દિકરાનાં પ્રોજેક્ટ ઉપર કામ કરવા માટે પિતાએ મોટી સેલેરીની નોકરી છોડી દીધી…
ઇશિરનાં પિતા દ્વારા આ ટેકનિકને જીવનમાં એક ગેમચેન્જર માનતાં મોટી સેલેરીની નોકરી છોડી દીધી હતી. ઈશિરનાં પિતા સુમેશ વાધવાએ નોકરી છોડી દિકરાએ બનાવેલી ટેકનિક સાથેનાં ઉત્પાદનો તૈયાર કરવાનાં બિઝનેસમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો. કોઈએ એવું પણ વિચાર્યું હોય નહી કે, આ 16 વર્ષીય બાળકનો સ્કૂલ પ્રોજેક્ટ આ રીતે એક કારગર પ્રોડક્ટનાં રૂપમાં બહાર આવશે તેમજ પરિવારજનો તેને વ્યવસાયનાં રૂપમાં અપનાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle