સોશિયલ મીડિયામાં ઘણીવાર આપણને વિશ્વાસ ણ થાય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ દાહોદમાંથી આવી જ એક આશ્વર્યકારક ઘટના સામે આવી રહી છે. દાહોદમાં આવેલ અર્બન હોસ્પીટલમાં મધ્યપ્રદેશની એક સગીરાને પેટમાં કુલ 20 કિલોની ગાંઠ કાઢીને તબીબોએ એને નવજીવન આપ્યું છે.
દાહોદમાં આવેલ રળિયાતીમાં આવેલ અર્બન હોસ્પીટલ મધ્યપ્રદેશ તથા રાજસ્થાનનાં ગરીબોની માટે આશીર્વાદરૂપ છે. પાડોશી રાજ્યોનાં ગરીબો આ દવાખાનામાં સઘન સારવાર માટે આવતાં હોય છે તથા એમને સારા પરિણામો મળી રહ્યા છે. ઝાબુઆ જિલ્લામાં આવેલ નાઢ નામનાં ગામની માત્ર 14 વર્ષીય રંજીલા નાજુભાઇ ભાભોરેને 1 વર્ષથી પેટમાં સતત દુખાવો થઈ રહ્યો હતો.
જેને કારણે દાહોદમાં આવેલ અર્બન હોસ્પીટલમાં તપાસ કરાવવા માટે આવ્યા હતા. જ્યાં ફરજ બજાવતાં સર્જન ડો.વિશાલ પરમારને જાણ કરતાં એમણે સઘન તપાસ કરતાં એના પેટમાં ગાંઠ હોવાનુ જણાઈ આવ્યું હતુ. જેને લીધે આ સગીરાના પેટમાંથી મોટી ગાંઠ હોવાનુ જણાઈ આવ્યું.
એના સંબંધીઓની સાથે વાતચીત કરતા તેઓ સંમત થતાં 22 સપ્ટેમ્બરે સગીરાનુ ઓપરેશન કરીને કુલ 20.38 કિલોની ગાંઠ કાઢવામાં સફળતા મળી હતી. માત્ર 25 કિલોનું વજન ધરાવતી સગીરાનુ વજન 46 કિલો ફક્ત ગાંઠને લીધે થઇ ગયુ હતુ પરંતુ ગાંઠ કાઢતાં સગીરાની તબિયત હાલમાં સ્થિર રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle