દાહોદ અકસ્માત(Dahod accident): લગ્ન પ્રસંગમાં જતા સમયે એક ગમખ્વાર અકસ્માત(Accident) નડ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેપુરાના(Fatepura) જગોલા ગામેથી લગ્ન પ્રસંગમાં જતી વખતે આ ભયંકર અકસ્માત સર્જ્યો હતો. સકવાડા ગામે સાંજના સમયે તૂફાન ગાડી કૂવામાં ખાબકી હતી. વાત કરવામાં આવે તો જગોલાથી કરમેલ જતી વખતે સકવાડા ગામે કૂવામાં તૂફાન ગાડી ખાબકી હતી. ગાડીની બ્રેક ફેલ થઇ હોવાનો પ્રાથમિક માહિતી સામે આવી હતી.
મળતી માહિતી અનુસાર, કૂવામાં ગાડી ખાબકતા ડ્રાઈવર સહિત ગાડીમાં સવાર પેસેન્જર્સને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનામાં 16 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે પાંચ મહિનાની એક બાળકીનું કરુણ મોત નિપજ્યું હતું.
સમગ્ર અકસ્માતની ઘટનાને લીધે અફરાતફરીના દ્વશ્યો સર્જાયા હતા, જ્યારે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.
ભયંકર અકસ્માતને પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું અને કૂવામાં ખાબકેલા લોકોને બહાર કાઢી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, લગ્ન પ્રસંગે જતી વખતે જ ગાડીની બ્રેક ફેલ થઇ ગઈ હતી, જેના લીધે બેકાબૂ બનેલી ગાડી કૂવામાં ખાબકી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.