હાલ આત્મહત્યાના વધતા કેસો દરમિયાન દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રેલ્વે ટ્રેકની બાજુમાંથી એક મહિલા સહિત બાળકની લાશ મળી આવતાં હોબાળો મચી જવા પામ્યો છે. લીમખેડાના વડેલા ગામની પરણિતા શર્મિષ્ઠાબેન પટેલના પતિ ચેતનભાઈ પટેલને તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે ભાગી ગયો હોવાના કારણે શર્મિષ્ઠાબેન પોતાના અઢી વર્ષના પુત્ર મીતને લઈ પોતાના સાસરીના ઘરેથી નીકળી હતી. આ દરમિયાન બંન્ને માતા–પુત્રની લાશ દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે આવેલા રેલ્વે ટ્રેકની બાજુમાંથી સાંજના સમયે મળી આવતાં હોબાળો મચી જવા પામ્યો હતો.
આ પરણિતા અને થોડે દુર એક બાળકની લાશ મળતાની સાથે જ આસપાસના લોકો સહિતના ગ્રામજનો દોડી આવ્યાં હતાં. આ ઉપરાંત ઘટનાસ્થળ પર લોકોના ટોળા પણ ઉમટી પડયાં હતાં. ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ સ્થિતીને જોતા એકક્ષણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
લોહીલુહાણ હાલતમાં મહિલા અને બાળકની લાશ સ્થળ પર પડી હતી. પોલીસ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે બંન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, મૃતક મહિલા લીમખેડાના વડેલા ગામની પરણિતા છે. પોતાનો પતિ ગામની કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધમાં હોવાને કારણે આ પરણિતાએ પોતાના વ્હાલસોયા પુત્ર સાથે આ પગલું ઉઠાવ્યાનું અનુમાન લાગવવામાં આવી રહ્યું છે.
પોલીસ દ્વારા તપાસનો સિલસિલો આરંભ કરી દેવામાં આવ્યો છે. વધુમાં જાણવા મળ્યુ છે કે, આ મૃતક પરણિતાનું પિયર સીંગવડ તાલુકાના છાપરવડ ગામે આવેલ છે અને તેના પિતા ભાવસિંગભાઈ ગુલાબભાઈ બારીયા દ્વારા લીમખેડા ખાતે રહેતા ચેતનભાઈ બળવંતભાઈ પટેલ સાથે આજથી 6 થી 7 વર્ષ અગાઉ લગ્ન કરાવવામાં આવ્યા હતાં. જાણવા મળ્યું છે કે, શર્મિષ્ઠાબેનને પ્રમથ એક પાંચ વર્ષની પુત્રી છે અને બીજુ સંતાન આ અઢી વર્ષનો મીત હતો.
મૃતક મહિલાના નજીકમાંથી એક ચિઠ્ઠી મળી છે જેમાં લખ્યું છે કે, હું પોતે ધર્મિષ્ઠાબેન અને આ મારા ખોળામાં છે એ મારો છોકરો મિત છે, મારો ઘરવાળો બીજી છોકરીને લઈને ભાગી ગયો છે તો આ બંન્નેને ગમે તે રીતે પકડીને ફંસીએ ચડાવજો. આ મારી તમને નમ્ર વિનંતી. આ કારણે હું મારા છોકરાને લઈને આત્મહત્યા કરું છું. આવી ચિઠ્ઠી મળતા વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle