આઝાદી પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરેલ સત્યાગ્રહ એટલે કે, દાંડીયાત્રાની હાલમાં સમગ્ર રાજ્યમાં ઉજવણી ચાલી રહી છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. આઝાદીનો અમૃત મહોત્સવ 2021 હેઠળ સુરત પોલીસ સૌપ્રથમવાર સાઇકલ પર દાંડી યાત્રા કરી છે. ખુદ પોલીસ કમિશનર અજય તોમર તથા 5 પોલીસ અધિકારીઓ અને PI-PSI સહિત 100 જેટલા પોલીસકર્મીઓ જોડાયા છે.
104 વર્ષના પ્રભુભાઈના હસ્તે પ્રસ્થાન :
પોલીસ કમિશનર કચેરીથી સવારનાં 5 વાગ્યે ખજોદ ગામના પ્રભુભાઈ નાનુભાઈ આહીર ફ્લેગ ઓફ કરાવી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ખજોદ ગામના પ્રભુભાઈ આહીરની 104 વર્ષની ઉંમર છે. સુરતથી લઈને નવસારી દાંડી સુધીનું અંતર ફક્ત 58 કિમીનું છે.
જેમાં માર્ગમાં 20 કિલોમીટરે હોલ્ડ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા 20 કિલોમીટરે હોલ્ડ કરી બાદમાં પોલીસકર્મીઓ દાંડી સુધી પહોંચશે. આ યાત્રામાં પાલિકા કમિશનર બંછાનિધી પાની પણ જોડાયા હતા. આમ, સુરત પોલીસ ઉત્તમ ઉદાહરણ બની છે.
12 માર્ચથી આઝાદીનો અમૃત મહોત્સવ શરૂ :
આઝાદીના 75 વર્ષની ઉજવણીનો 12 માર્ચથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે PM નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને સમગ્ર દેશમાં આજથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શરૂઆત અમદાવાદથી કરાવી હતી. આ ઉજવણી 75 સપ્તાહ સુધી ચાલશે. સુરતમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ દ્વારા સાઇકલ પર દાંડીયાત્રા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle