ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયો દર્દનાક અકસ્માત, એક સાથે 7 મહિલાઓને ભરખી ગયો કાળ- ‘ઓમ શાંતિ’

કર્ણાટક(Karnataka)ના ચિત્તગુપ્પા(Chittaguppa) તાલુકાના એક ગામમાં શુક્રવારે મોડી રાત્રે ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કર થઇ હતી. આ ગોઝારા અકસ્માત(Accident)માં સાત મહિલાઓના મોત થયા હતા…

કર્ણાટક(Karnataka)ના ચિત્તગુપ્પા(Chittaguppa) તાલુકાના એક ગામમાં શુક્રવારે મોડી રાત્રે ઓટો રિક્ષા અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કર થઇ હતી. આ ગોઝારા અકસ્માત(Accident)માં સાત મહિલાઓના મોત થયા હતા અને અન્ય 11 લોકો ઘાયલ થયા હતા. આ મહિલાઓ મજૂર હતી. તે ઓટો-રિક્ષામાં કામ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે બેમલાખેડા સરકારી શાળા પાસે ટ્રકે ટક્કર મારી હતી. પોલીસે જણાવ્યું કે, તેમની ઓળખ પાર્વતી (40), પ્રભાવતી (36), ગુંડમ્મા (60), યદમ્મા (40), જગમ્મા (34), ઇશ્વરમ્મા (55) અને રુક્મિણી બાઈ (60) તરીકે થઈ છે. 11 ઘાયલોમાં બંને વાહનોના ડ્રાઈવર પણ સામેલ છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલમાં તો પોલીસ દ્વારાઆગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થોડા દિવસો પહેલા હાસનમાં એક મોટો અકસ્માત થયો હતો:
થોડા દિવસો પહેલા, કર્ણાટકના હાસન જિલ્લામાં ટેમ્પો અને KMF દૂધના વાહન વચ્ચે થયેલી અથડામણમાં નવ લોકોના મોત થયા હતા. મૃતક સુબ્રમણ્ય અને હસનંબા મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારપછી તેનો ટેમ્પો અર્સીકેર તાલુકાના ગાંધીનગર નજીક દૂધના વાહન સાથે અથડાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોના ફુરચા ઉડી ગયા હતા.

ઓગસ્ટમાં બિદરમાં મોટી દુર્ઘટના થઈ હતી:
ઓગસ્ટમાં પણ બિદર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો હતો, જ્યારે હૈદરાબાદ-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાંગુર ચેકપોસ્ટ નજીક 15 ઓગસ્ટે પાંચ લોકો માર્યા ગયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હતા. હૈદરાબાદમાં મૃતકોની ઓળખ 45 વર્ષીય હેડ કોન્સ્ટેબલ જી ગિરધર, તેની પત્ની અનિતા, 36, પુત્ર મયંક, 2 વર્ષ, તેની ભાભીની પુત્રી પ્રિયંકા, 15, અને કાર ચાલક જગદીશ 35 તરીકે થઈ છે. આ તમામ હૈદરાબાદ શહેરના બેગમપેટના રહેવાસી હતા. ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે મયંકે મન્નાખલ્લી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

ગિરધરનો 12 વર્ષનો પુત્ર હર્ષવર્ધન બચી ગયો હતો. બિદર પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતો કલબુર્ગી જિલ્લાના અફઝલપુર તાલુકાના દેવલ ગંગાપુર ખાતે દત્તાત્રેય મંદિરના દર્શન કરીને હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે જે કારમાં પીડિત લોકો મુસાફરી કરી રહ્યા હતા તે એક કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી. ગિરધરના સંબંધીઓ રાજીતા, સરિતા, શાલિની અને સરલા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *