Stunt video viral: હાલમાં જ જામનગર-રાજકોટ હાઈવે(Jamnagar-Rajkot Highway) પર બે બાઈકસવારોની જોખમી સવારી કરી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં વાયુ વેગે વાયરલ(Viral video) થયો છે. બે બાઈક સવાર જુદા જુદા બાઈક પર સૂતાં-સૂતાં પૂરપાટ ઝડપે બાઈકની રેસ લગાવી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થયો છે.
View this post on Instagram
મહત્વનું છે કે, જામનગર-રાજકોટ હાઈવે પર બે બાઈકચાલક બાઈકની સીટ પર સૂતાં-સૂતાં બાઈક ચલાવી રેસ લગાવી રહ્યા હતા. આ દરમિયાન એક કારચાલક દ્વારા આ રેસનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો.
વિડીયોમાં જોઈ શકાય છે કે, બાઈકસવાર પુરપાટ ઝડપે બાઈક ચલાવી રહ્યા હતા કે જેના કારણે તેઓ બંનેના અને અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે તેમ હતું. રસ્તા પર અચાનક પૂરપાટઝડપે બાઈકો દોડતી જોઈ અન્ય વાહનચાલકોના પણ જીવ બે ઘડી માટે તો અધ્ધર થઈ ગયા હતા.
ત્યારે આ વાયરલ થઇ રહેલા વિડીયોને આધારે શું પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે? કાયદાને ખિસ્સામાં રાખીને ફરતા આવારા તત્વોને ભાન કરાવવું જરૂરી છે, નહિ તો આ પ્રકારના સ્ટંટ અન્ય લોકો માટે જોખમી સાબિત થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.