અડધી IPL થઇ ચુકી છે પૂરી- જુઓ પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ ક્યા નંબરે છે? કોણ પહોંચી શકે છે પ્લેઓફની રેસમાં?

Points Table IPL 2023: IPL 2023ની શાનદાર સિઝન ચાલુ છે. જો વાત કરવામાં આવે તો અડધી આઈપીએલ પૂરી થઇ ચુકી છે અને તમામ ટીમોની નજર…

Points Table IPL 2023: IPL 2023ની શાનદાર સિઝન ચાલુ છે. જો વાત કરવામાં આવે તો અડધી આઈપીએલ પૂરી થઇ ચુકી છે અને તમામ ટીમોની નજર પોઈન્ટ ટેબલ(Points table) પર છે. કેટલીક ટીમોને પ્લેઓફમાં પહોંચવાની ઓછી તક હોય છે, જ્યારે અન્ય સરળતાથી ક્વોલિફાય થઈ શકે છે. વર્ષ 2022થી IPL માં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. 6 ટીમોને નિરાશાનો સામનો કરવો પડશે, જ્યારે 4 ટીમ પ્લેઓફ(IPL Playoffs)માં જગ્યા બનાવશે. અડધી IPL પૂરી થયા પછી, ચાલો પોઈન્ટ ટેબલ જોઈએ.

35 મેચ પુરી થયા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં પ્રથમ સ્થાન પર છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં તેણે કુલ 7માંથી 5 મેચ જીતી છે. તેના ખાતામાં કુલ 10 પોઈન્ટ છે. 2022ની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ બીજા નંબરે છે. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 7માંથી 5 મેચ જીતી છે. તેના કુલ 10 પોઈન્ટ છે.

રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને છે. રાજસ્થાને 7માંથી 4 મેચ જીતી છે. તેના ખાતામાં કુલ 8 પોઈન્ટ છે. તેનો નેટ રન રેટ પણ ઘણો સારો છે. ચોથા સ્થાને કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપરજાયન્ટ્સ છે. લખનઉએ 7માંથી 4 મેચ જીતી છે. તેના ખાતામાં કુલ 8 પોઈન્ટ છે.

પાંચમા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છે. RCBએ 7માંથી 4 મેચ જીતી છે. તેને 3 મેચમાં હાર મળી છે. તેના કુલ 8 પોઈન્ટ છે. પંજાબ કિંગ્સ 7 મેચમાં 4 જીત સાથે છઠ્ઠા સ્થાને છે. નીચા નેટ રન રેટને કારણે તે રાજસ્થાન, લખનૌ અને આરસીબીથી નીચે છે.

રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ સાતમા નંબર પર છે. તેણે 7માંથી કુલ 3 મેચ જીતી છે. તેના ખાતામાં કુલ 6 પોઈન્ટ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આઠમા નંબર પર છે. તેણે 7માંથી માત્ર 2 મેચ જીતી છે. શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં નીતિશ રાણાને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે.

9મા નંબર પર સનરાઇઝર્સ હૈદરાબાદ છે. તેણે 7માંથી 2 મેચ જીતી છે. હાલમાં તેના ખાતામાં કુલ 8 પોઈન્ટ છે. છેલ્લા સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ છે. આ IPLમાં દિલ્હીની હાલત સૌથી ખરાબ છે. તેણે 7માંથી 5 મેચ હારી છે. તેનો નેટ રન રેટ પણ ઘણો ઓછો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *