Rajkot Stunt Viral video: સોશિયલ મીડિયાએ આજના યુવાનોને ગજબનું ઘેલુ લગાડ્યું છે. જેમાં ઘણી વખત રિલ્સના ચક્કરમાં યુવાનો રિયલ લાઈફને જોખમમાં મૂકી દેતા હોય છે ત્યારે રાજકોટમાં(Rajkot Stunt Viral video) નબીરાઓને જાણે કે કાયદાનું કોઈ ભાન ન રહ્યું હોય તેવી રીતે બેફામ સ્ટંટ કરતા જોવા મળ્યા હતા.રાજકોટના રોડ પર 2 નબીરાએ સ્ટંટ કરી પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુક્યા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે.
રાજકોટમાં પોલીસના ખોફ પર વધુ એક પડકાર આવ્યો છે.કારણકે રાજકોટમાં 2 રોમિયાઓ સ્ટંટ કરી લોકોના જીવને જોખમમાં મુખ્ય હતા.સોશિયલ મીડિયામાં સિદ્ધિ પ્રસિદ્ધિ મેળવવા યુવાઓ સ્ટંટના રવાડે ચડી જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે યુવાનોનો આ શોખ જીવલેણ સાબિત થઇ શકે છે.ત્યારે જોવાનું એ રહ્યું કે શું શું પોલીસ તંત્ર આ હીરોપંતી કરતા યુવાનોને કાયદાનું ભાન કરાવશે કે શું?. જાહેર માર્ગ પર છુટ્ટા હાથે વાહન ચલાવવાની છૂટ કોણે આપી? જો કોઈ અકસ્માત સર્જાશે તો તેનું જવાબદાર કોણ રહેશે? ઉલ્લેખનીય છે કે આજકાલ યુવાન-યુવતીઓ સોશિયલ મીડિયા પર સતત વ્યસ્ત રહેતા હોય છે.
રિલ્સ બનાવતા લોકો માટે આ પ્રકારનો વીડિયો લાલબતી સમાન
આવા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવતા લોકો માટે આ પ્રકારનો વીડિયો લાલબતી સમાન છે. આવી રીતે જીવનું જોખમ લઈને રિલ્સ કે ફોટોગ્રાફી કરવી યોગ્ય ન હોવાનું પોલીસ દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે. થોડીક પણ બેદરકારી યુવાનોનો જીવ પણ લઇ શકે છે.
આજની જનરેશનને સોશિયલ મીડિયાનું એટલું બધું ઘેલું રાખ્યું છે કે, તેઓ રીલ બનાવવા કોઈપણ હદ પાર કરે છે.ત્યારે વાયરલ વીડિયોમાં ક્યારેક એવું પણ જોવા મળે છે કે, લોકો રીલ બનાવવાના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં નાખી દે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App