ગુજરાતના દાણીલીમડા વિસ્તારમાં પોલીસ અધિકારીએ છાપો મારી જુગાર રમતા પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપના નેતા ગીરીશ પરમારના પુત્ર સહિત પાંચ વ્યક્તિઓને પકડી પાડયા હતા. પુત્રને છોડવવા માટે પિતા સહિત રાજકીય આગેવાનોએ પોલીસ પર દબાણ લાવીને ધમપછાડા કર્યા હતા. જો કે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે દાણીલીમડા પોલીસે ચોક્કસ બાતમી આધારે દાણીલીમડા વિસ્તારમાં આવેલી કમલા નહેરુ સોસાયટી પાસે આવેલી જયકૃષ્ણ સોસાયટી બહાર આજે સાંજે ૪ વાગે રેડ કરી હતી, જ્યાં જાહેરમાં બાંકડા પર બેસીેને જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડયા હતા.
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, વી.આર. વસાવાના જણાવ્યા મુજબ જુગાર રમતા પકડાયેલા શખ્સોમાં દાણીલીમડા વિસ્તારમાં રહેતા પૂર્વ ધારાસભ્ય અને અત્યારે ભાજપના આગેવાન ગીરીશભાઇ પરમારના પુત્ર ભાવિક પણ બહેરામપુરા વોર્ડના ભાજપના ઉપ પ્રમુખ તરીકે હોદ્દો ધરાવે છે તેમના સહિત પાંચ શખ્સોનો સમાવેશ થાય છે.
પોલીસ અધિકારીએ ઘટના સ્થળેથી રોકડા રૂપિયા 12,450 અને પાંચ મોબાઇલ સહિત કુલ 45,000 નો મુદ્દામાલ કબજે કરીને તેઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છેે.
ઉલ્લેખનીય છે, કે અગાઉ કોગ્રેસમાં રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપના નેતા એવા ગીરીશભાઇ પરમારને પોતાના પુત્રની જુગારના કેસમાં ધરપકડ થયાની સમાચાર મળતા તેઓએ પુત્રને છોડાવવા માટે ધમપછાડા કર્યા હતા.
એટલું જ નહી ભાજપના આગેવાનો દ્વારા પોલીસને ફોન કરીને પોલસ પર દબાણ લાવવામાં આવતું હતું. તેમજ દાણીલીમડા વિસ્તારના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓપોલીસ સ્ટેશન દોડી ગયા હતા. તેમ છતાં પોલીસે કોઇના દબાણમાં આવ્યા વગર તમામ સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.