હાલમાં સમગ્ર રાજ્યમાંથી સ્ત્રીઓની સાથે થઈ રહેલાં માનસિક તેમજ શારીરિક અત્યાચારની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે. ફિલ્મી દુનિયામાં જય તથા વિરુની જોડી ખૂબ જ જાણીતી છે ત્યારે આવી જ એક જોડી અમદાવાદના ગુનાનાં જગતમાં પણ જાણીતી છે.
આવા જ જય તથા વિરુને દરિયાપુર પોલીસે ચેઇન સ્નેચિંગ તેમજ વાહન ચોરીના ગુનામાં પકડી પાડ્યા છે.ન અમદાવાદમાં આવેલ વટવા GIDC વિસ્તારમાં આ બંને શખ્સ ગુનાનાં જગતમાં જય-વિરુનાં નામથી જાણીતાં છે. જેમનાં સાચા નામ છે શાહિદ કુરેશી તથા નવાઝ ઉર્ફે ઝીણીયો પઠાણ છે.
CCTV માં દેખાતાં આ બંને શખ્સ ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ જતાં હતાં. ટુક સમયમાં જ આ જય તથા વિરુ સ્ત્રીઓના ગળામાંથી લાખોની કિંમતના ઘરેણા અને ગાડીને તફડાવી ભાગી જતાં પણ હવે એમને દરિયાપુર પોલિસે પકડી પાડ્યા છે.
જય તથા વિરુ વર્ષ 2004 થી વાહનની ચોરી કરતાં હતાં. બંને લોકોએ વાહન ચોરી કર્યા પછી ચેઇન સ્નેચિંગનાં ગુના કરવાની શરૂઆત કરી હતી. આ બંને આરોપીઓ દરિયાપુરમાં પણ એક જ વિસ્તારમાં રહે છે તથા જુગાર રમવા માટે તેમજ મોજશોખ પૂરા કરવાં માટે આવાં ગુનાને અંજામ આપતાં હતાં.
અત્યાર સુધીમાં પાલડી, ઘાટલોડિયા, ઓઢવ, આનંદનગર, વસ્ત્રાપુર, નવરંગપુરા, એલિસબ્રિજ, યુનિવર્સિટી, મણિનગર, કાલુપુર, સરદાર નગર, હવેલી, કાગદાપીઠ, વાડજ, શાહીબાગ, ઇસનપુર જેવાં શહેરનાં ઘણાં વિસ્તારોમાં આતંક મચાવી ચુક્યા છે.
આ બંને આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું છે, કે સહેજાદ નામનાં વ્યક્તિને ચોરીનો તમામ મુદ્દામાલ વેચી દેતા હતાં. હાલમાં જ GIDC માં જે ચેઇન લૂંટી હતી એના કુલ 41,000 રૂપિયા પણ તેઓને મળ્યા હતાં તેમજ એનો જુગાર રમીને વાપરી પણ નાખ્યા હતાં તેમજ વધારે પૂછપરછ કરતા ઘણાં ભેદ ઉકેલાય એવી પણ શકયતા પણ રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews