વાયુવેગે વધતા કોરોનાને અટકાવવા, આવતીકાલે જે થવાનું છે તે દેશ ક્યારેય ભૂલી નહિ શકે. જાણો મોટા સમાચાર

ગઈકાલે એટલે કે રવિવારના રોજ કોરોના વાયરસના 5,005 પોઝિટિવ કેસો નોંધાયા હતા, આ આંકડો અત્યાર સુધીનો ભારત દેશનો એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. વાયુવેગે વધી રહેલા આંકડાઓના કારણે ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 1 લાખની નજીક પહોંચવા આવી ગયો છે. અત્યારની વાત કરીએ તો ભારતમાં કુલ કેસનો આંકડો 96 હજારની નજીક પહોંચી ગયો છે. જો આવી ને આવી પરિસ્થતિ રહી તો આવતીકાલે જ કુલ કેસ 1 લાખને પાર થઈ જશે.

એક જ દિવસમાં નોંધાયા 5000થી વધારે કેસ

ગઈકાલે એટલે કે રવિવારના રોજ કોરોના વાયરસના 5005 કેસ નોંધાયા, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસનો આંકડો છે. આ આંકડા બાદ દેશમાં કુલ કેસનો આંકડો 95,679 કેસ થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસમાં રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે, આ આંકડા સતત વધવાથી લોકોની ચિંતામાં વધારો થયો છે.

શનિવારના રોજ કોરોના વાયરસના 4,885 કેસ નોંધાયા હતા, જે એક દિવસના સૌથી વધુ કેસ હતા. આ પહેલા શુક્રવારના રોજ કોરોનાના કુલ 3,787 કેસ નોંધાયા હતા, જેના કારણે ભારતમાં કોરોના સંક્રમણના કેસ ચીનથી વધારે ( એટલે કે 84,031) થઈ ગયા છે. આ સળંગ છઠ્ઠો દિવસ હતો, જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસ 3,500થી પણ વધારે નોંધાયા. આ પછી આંકડા સતત વધવાના કારણે નવા-નવા રેકોર્ડ બની રહ્યા છે.

એટલે કે એ કહેવું ખોટું નથી કે પાછલા 8 દિવસમાં કોરોના વાયરસના કેસ 3,500 કરતા વધારે નોંધાઈ રહ્યા છે. જો આજે 4300 કોરોના કેસ સામે આવશે તો સંક્રમણનો કુલ આંકડો 1 લાખ પર પહોંચી જશે. એવું કોઈ નહીં ઈચ્છતું હોય કે સતત આંકડા વધે જોકે, કેટલીક ભૂલો અને બેદરકારીના લીધે સતત આંકડા વધી રહ્યા છે.

જાણો કેમ દિવસેને દિવસે કોરોનાનો આંકડો વાયુવેગે વધી રહ્યો છે?

સમગ્ર ભારત દેશમાં લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ તેવા બધા જ નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે, છતાં કેસ સતત વધી રહ્યા છે. આ પાછળનું કારણ લોકડાઉન 3.0 દરમિયાન મળેલી છૂટછાટોને પણ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દુકાનો ખુલી, લોકોને એક નિશ્ચિત સમયમાં ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી મળી, કારણ કે દુકાનો બંધ હોવાના કારણે ઈકોનોમિક એક્ટિવિટી પર બ્રેક લાગી ગઈ હતી, જેનાથી લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવી ગયો હતો. આ સાથે લાખો પ્રવાસી મજૂરોને પોતાના વતન જવાની તક મળી જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ ઘણી વખત જોવા મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *