હાલ મોંઘવારી ખુબ જ વધી રહી છે. ખાધચીજ વસ્તુઓથી માંડી પેટ્રોલ ડીઝલથી માંડી દરેકના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે હાલ સામાન્ય જનતા માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રિના છઠ્ઠા નોરતે અદાણીએ ગ્રાહકો પર ભાવવધારો ઝીંક્યો છે. એટલે કે, અદાણી CNG ના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે.
મળતી માહિતી અનુસાર, અદાણીએ પ્રતિ કિલો CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા સાથે અદાણી CNGનો નવો ભાવ 89.90 રૂપિયા થયો છે. નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો વધારો થતા CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે. ગઈ કાલના 83. 90 રૂપિયાના ભાવની સરખામણીએ આજથી લોકોને 86. 90 રૂપિયા ચૂકવવા પડશે.
એક બાદ એક જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે આ વધતી જતી મોંઘવારી સામે મધ્યમવર્ગના પરિવારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની છે. ગઈ કાલના રેપો રેટ બાદ હવે અદાણી CNG ના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. આજે CNG ના ભાવમાં સીધા 3 રૂપિયાનો વધારો કરાયો છે.
1 ઓક્ટોબરે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, આ ઘટાડો ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં નહીં પરંતુ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં થયો છે. રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 25.50 રૂપિયા સસ્તો થયો છે. આ સિવાય ઘણા શહેરોમાં ભાવમાં ઘટાડો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.