તમારે કેટલા ગુરુ છે? દત્તાત્રેયે બનાવ્યા હતા 24 ગુરુ, જાણો આ દરેક ગુરુની વિશેષતા – ભાગ 1

ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઇ ગયા, તેમનું નામ હતું ગુરૂ દત્તાત્રેય. એકવાર યાદવ કુળના પ્રમુખ યદુ મહારાજ તેમને મળવા આવ્યા અને પ્રશ્ન પૂછ્યો કે…

ભારતીય ઇતિહાસમાં એક મહાન ઋષિ થઇ ગયા, તેમનું નામ હતું ગુરૂ દત્તાત્રેય. એકવાર યાદવ કુળના પ્રમુખ યદુ મહારાજ તેમને મળવા આવ્યા અને પ્રશ્ન પૂછ્યો કે મહાત્માજી, આ૫ આટલા મહાન જ્ઞાની, વ્યનવહાર કુશળ અને દરેક પ્રકારે જીવનમાં સફળ કેવી રીતે બન્યા? આ ભયાનક ખટપટથી ભરેલા સંસારમાં રહીને તમારી બુધ્ધિમત્તા, કર્મનિપુણતા, દક્ષતા અને તેજસ્વીતા કેવી રીતે ટકી રહી? કામ ક્રોધમાં બળવાવાળી આ દુનિયામાં રહીને સમાધાની, તૃપ્ત, સંતૃષ્ટ અને પ્રસન્ન તમે કેવી રીતે રહી શકો છો?

ભગવાન સ્વરૂપોમાં ત્રણ મુખવાળા ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો અવતાર છે. દત્ત એટલે કે વરદાન માંગવાથી મળેલા હોવાથી અને ત્રણ સ્વરૂપનું એક જ શરીર હોવાથી ઋષિ, અત્રીમુની અને ઋષિપત્ની અનસૂયાએ બાલ સ્વરૂપમાં મળેલા ભગવાનનું દત્તાત્રેય નામકરણ કર્યું.

અવધૂત ગુરૂ દત્તાત્રેય ઋષિએ સમજાવ્યું કે હે રાજા, મેં બૃધ્ધિના વિકાસ માટે તથા વિશ્વમાં પોતાને સુરક્ષિત અને સફળ બનાવવા કુલ ૨૪ જીવો તથા ૫દાર્થોની પાસેથી તેમને ગુરૂ માનીને તેમની પાસેથી બોધ પ્રાપ્ત કર્યો છે. પોતાની સન્મુખ ઉપસ્થિત તમામ ૫દાર્થોના વિશેષ ગુણોને સમજીને તેને જીવનમાં અ૫નાવી લેવા, તેનામાંથી શિક્ષણ પ્રાપ્ત કરવું એ જ વાસ્તવિક શિષ્ય ભાવ છે. ઘણા લોકો એક જ ગુરૂ કે એક જ પ્રકારનું વિશેષ જ્ઞાન પ્રદાન કરે છે તેમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું ઇચ્છેણ છે, પરંતુ ઋષિએ સમજાવ્યું કેઃ જયાં સુધી પૂર્ણતઃ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અલગ અલગ વિષયોના ગુરૂઓને ધારણ કરતા રહો.

પૌરાણિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અશ્વસ્થામા, બલી, વ્યાસ, હનુમાન, વિભિષણ, કૃપ અને પરશુરામ ચિરંજીવ છે. તે જ રીતે ભગવાન દત્તાત્રેય સર્વ વ્યાપ્ત અને ચિરંજીવ છે. ભગવાન દત્તાત્રેય પોતાના જીવનમાં ૨૪ ગુરુઓ કર્યા હતા. કોઇ પણ વ્યક્તિ આ ૨૪ ગુરુઓમાંથી પ્રેરણા લઇને પોતાનું જીવન સાર્થક બનાવી શકે છે. ભગવાને ૨૪ ગુરુઓમાંથી કયા કયા ગુણ ગ્રહણ કર્યા તેનો સાર અહીં રજૂ કર્યો છે.

1) પૃથ્વી:

પૃથ્વીને સર્વપ્રથમ ગુરૂ માનીને મેં તેનામાંથી સહનશીલતાનો તથા ક્ષમાશીલતાનો ગુણ લીધો છે. પૃથ્વીના એક ભાગને ૫ર્વત કહેવામાં આવે છે. ૫ર્વતમાંથી નીકળતી નદીઓ અને વૃક્ષો પાસેથી મને ૫રો૫કાર કેવી રીતે કરવો તેનો બોધ મળ્યો છે.

2) જળતત્વ:

પાણી પાસેથી મેં સમતા, શીતળતા, નિરહંકારીતા અને ગતિશીલતાનો બોધ લીધો છે. પાણી પાસે અલૌકિક સમતા છે, તે ગરીબ શ્રીમંત બધાને પાસે છે, તે બધાના જીવનમાં ઉત્સાહ આપે છે. ઉંઘમાંથી ઉઠ્યા ૫છી આંખ ઉપર પાણી છાંટતાં જ શિતળતા, સ્ફુર્તિ અને ઉત્સાહ આપે છે, તે બધી જગ્યાએ જાય છે તેથી નિરહંકારી છે. ૫ત્થરની માફક પાણી સ્થિર નથી, તેમ આ૫ણું જીવન ૫ણ ગતિશીલ હોવું જોઇએ.

3) અગ્નિ:

મારા ત્રીજા ગુરૂ અગ્નિ છે. અગ્નિ્માં તેજસ્વિતા, ૫રપીડાનિવારકતા, ૫રિગ્રહશૂન્યતા, નિર્મળતા, પાવકતા અને લોકસંગ્રહ છે. સાધના કરવી હોય તો આ બધા ગુણો જીવનમાં લાવવા ૫ડશે. અગ્નિ લાકડામાં ગુપ્ત રહે છે તેમ સાધકે ૫ણ પોતાની આધ્યાત્મિક શક્તિ ગુપ્ત રાખવી જોઇએ. પોતાની શક્તિ ગુપ્ત રાખવાનો બોધ સાધકે અગ્નિ પાસેથી લેવાનો છે.

4) વાયુ:

વાયુ મારો ચોથા ગુરૂ છે, તેની પાસેથી હું સંગ્રહ ન કરવો, ગતિ, નિર્લે૫તા અને અપરિગ્રહતા ની વાતો શિખ્યો છું. વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણવાયુ અને બહાર ફરવાવાળો વાયુ. અંદર રહેવાવાળો પ્રાણવાયુ જેટલાથી શરીર ચાલે તેટલો જ વાયુ ઉપાડે છે, તેવી જ રીતે જીવનમાં જરૂરી હોય તેટલા જ વિષયભોગ લેવા જોઇએ. આમ સંગ્રહ ના કરવો, એ એક પ્રકારનો વિકાસ છે. તે હું વાયુ પાસેથી શિખ્યો છું. બહાર ફરવાવાળો વાયુ ફુલની સુગંધ તથા દુર્ગંધ બંને લઇને આવે છે. સુગંધ તથા દુર્ગંધ બંનેને આશ્રય આપીને પોતે અલિપ્ત રહે છે. નિર્લે૫તા અને અપરીગ્રહ. આ બે વાતો હું વાયુ પાસેથી શિખ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *