પ્રેમમાં પડેલ યુવતીએ પ્રેમી પર ફેક્યું તેજાબ, હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમમાં પડેલ એક યુવતીએ પોતાના જ પ્રેમી પર તેજાબ ફેક્યુ છે. યુવકને ગંભીર હાલતમાં…

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમમાં પડેલ એક યુવતીએ પોતાના જ પ્રેમી પર તેજાબ ફેક્યુ છે. યુવકને ગંભીર હાલતમાં ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી પોલીસે યુવતીને ગિરફતાર કરી લીધી છે. એસએસપી ના જણાવ્યા મુજબ યુવતી સાથે પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મળતા અહેવાલો અનુસાર મામલો ઉન્નવના મૌરવા થાણા વિસ્તારનો છે. મંગળવારની સવારે 112 નંબર ઉપર પોલીસને સૂચના મળી કે એક યુવતીએ યુવક પર તેજાબ ફેંક્યુ છે.જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને યુવકને ગંભીર હાલતમાં ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ક્યાંથી ડોક્ટર હોય તેને લખનઉ રિફર કરી દીધો. પીડિત યુવકની ઓળખ રોહીત યાદવ ના રૂપમાં થઈ છે. જણાવી દઈએ કે રોહિત યાદવની ભવાની ગંજમાં એક દૂધની ડેરી છે.

ડેરીની સામે રહેતી બીજા સમુદાયની યુવતીએ મંગળવારની સવારે તેના ઉપર તેજાબ થી હુમલો કરી દીધો. આ ઘટના સમગ્ર વિસ્તારમાં હવે ચર્ચાનો વિષય બની ચૂકી છે.એસએસપી વિનોદકુમાર પાંડેએ જણાવ્યું કે સૂચના મળી હતી કે યુવતીએ એક યુવક ઉપર કંઈક જવલનશીલ પદાર્થ નાખ્યો છે. ઘાયલ યુવકને તાત્કાલિક ઈલાજ માટે લખનઉ મોકલવામાં આવ્યો છે, જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. પાંડેએ જણાવ્યું કે બંને ઘણા મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા. આરોપી યુવતીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે. આગળ જતાં તપાસ બાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *