હાલ સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોનામાં મોતને ભેટેલા પિતાને અગ્નિદાહ આપવા દીકરી PPE કિટ પહેરીને પહોંચી ગઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ PPE કિટ પહેરી પિતાને અગ્નિદાહ આપ્યો હોવાનું પણ દેખાય રહ્યું છે. જાણવા મળ્યું છે કે, અગ્નિદાહ આપ્યા બાદ દીકરી PPE કિટમાં જ બેભાન થઈ જમીન પર પડી ગઈ હતી આ દરમિયાન સગાઓમાં ભાગદોડ મચી ગઇ હતી. જાણકારોએ કહ્યું હતું કે, PPE કિટમાં વધુ પડતી ગરમીથી પુત્રી બેભાન થઈ હોય એમ કહી શકાય છે.
નેન્સી પટેલએ જણાવ્યું હતું કે, પપ્પા 56 વર્ષના હતાં. કેનેડા રિટર્ન ખેડૂત હતા. 20મી એપ્રિલના રોજ અચાનક પપ્પાની તબિયત બગડતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમને 9 ટકા ઇન્ફેક્શન આવ્યું હતું. પપ્પાના WBCમાં પહેલાથી ઓછા થઈ જતા હોવાની એક તકલીફ હતી. ડાબા પગને ઇન્ફેક્શન હતું એની સારવાર ચાલતી હતી. પ્રેશર હતું. લોહી પણ વધ-ઘટ થયા કરતું હતું. જેને લઈ તબિયત નાજુક થવાના ચાન્સ હતા એટલે ડોક્ટરોના અભિપ્રાય બાદ 22મીએ વેન્ટિલેટર વાળી હોસ્પિટલમાં લઈ જવા પડશે એમ કહેતા સિવિલમાં લાવવામાં આવ્યા આવ્યા હતાં.
સોમવારે અચાનક શ્વાસમાં તકલીફ શરૂ થઈ ગયા બાદ એમને વેન્ટિલેટર પર મૂકી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરે લગભગ પોણા ચાર વાગે મૃત્યુ થઈ ગયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. જેથી એમની અંતિમ વિધિ માટે એક દીકરી તરીકેની ફરજ અદા કરવા PPE કીટ પહેરી અગ્નિદાહ આપ્યો હતો.
નેન્સીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં જ મેં GNM પાસ કર્યું છે. કોવિડ વિશે સારી રીતે માહિતગાર છું. હું મારા પિતાની એકની એક દીકરી છું. પિતાના આઘાતમાં સ્મશાનભૂમિમાં જમીન પર સરી પડી હતી. આખો પરિવાર શોકમાં છે. અમે ભગવાન એમન આત્માને શાંતિ આપે એવી જ પ્રાર્થના કરી રહ્યા છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.