બોલીવુડ (Bollywood) એક્ટર સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની મેનેજર દિશા સાલિયાન (disha salian) નું આઠમી જૂને મુંબઈની એક બિલ્ડિંગમાં 14માં માળેથી પટકાતાં કરૂણ મોત થયું હતું. અને આજ ઘટનાના ૬ દિવસ બાદ સુશાંત તેના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બંને ઘટનાથી રાજકારણ અને બોલીવુડમાં ગભરાટ ફેલાયો હતો.
પોલીસ તપાસ દરમિયાન દિશાએ આપઘાત કરી હોવાનું સામે આવ્યું હતું. દિશાનો પરિવાર પણ આ આપઘાતનો કેસ હોવાનું માને છે. જોકે તેના મોત પર હજી સુધી રાજકારણ રમાઈ રહ્યું છે. અને અંતે સૌથી હારી, અને થાકીને કંટાળી ચૂકેલા દીકરીના માતા-પિતાએ અંતે ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિડને પત્ર લખીને જાણ કરી છે.
દિશાના માતા-પિતાએ પત્રમાં રાષ્ટ્રપતિને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે, અને તેના પુત્ર નિતેશ રાણે સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. દિશાના માતા-પિતા આક્ષેપો લગાવી રહ્યા છે કે, તેમની દિકરીના મોત પર રાજકારણ રમાઈ રહ્યું છે. દિશાના પિતાએ પાંચ પાનાનો પત્ર રાષ્ટ્રપતિને સંબોધીને લખ્યો છે. તમે નારાયણ રાણે તથા નિતેશ રાણે પર તેમની દિકરીના ઇમેજને નુકસાન પહોંચાડવાનો અક્ષર મૂક્યો છે. આ પત્રમાં તેમણે વિનંતી કરી છે કે અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવે, અને તેમને ન્યાય આપવામાં આવે, નહીં તો તેઓ આપઘાત કરી લેશે.
જણાવી દઈએ કે તમને કે, ઘટના સમયે દિશાના માતા-પિતાએ નારાયણ રાણે અને તેના દીકરાની વિરુદ્ધ એફ.આર.આઇ પન કરી હતી. અને તેમાં કહેવામાં આવ્યું હતું કે દીકરીના મોત અંગે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે.અને તેમની દીકરી નિર્દોષ છે.
સૌ કોઈ જાણે છે કે દિશાએ સુશાંત સિંહ રાજપૂત સાથે થોડા દિવસ કામ કર્યું હતું. આ ઉપરાંત દિશાએ ભારતી સિંહ, રિયા ચક્રવતી, વરુણ શર્મા જેવા ઘણા બધા સેલિબ્રિટીઓ સાથે કામ કરેલું છે. દિશાના મોત બાદ મુંબઇ પોલીસે તપાસમાં કહ્યું હતું કે, આ એક આપઘાતનો કેસ છે અને તપાસમાં બીજા કોઇ પણ તેના પુરાવા મળ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.