જ્યારે કોઈ સ્ત્રી પતિ અને પત્નીની વચ્ચે આવે છે, ત્યારે તેમના સંબંધોમાં અંતર શરૂ થાય છે, પરંતુ જ્યારે તે છોકરીની માતા આ ભૂમિકા નિભાવતી જોવા મળે છે, તો તે મહિલા કોની પાસે જાય.
હા, આવી જ એક ઘટના જોવા મળી છે, ઉત્તરાખંડના રુદ્રપુર ટ્રાંઝિટ કેમ્પ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના માતા અને તેના પતિ પર ગેરકાયદેસર રીતે સબંધો હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ પતિ અને માતાએ હુમલો કર્યા પછી તેને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ મહિલાએ કહ્યું કે તેમના લગ્ન 13 વર્ષ પહેલા થયાં હતાં, લગ્નનાં થોડાં વર્ષોથી બધુ બરાબર ચાલ્યું હતું, પરંતુ તેની માતા તેના ઘરે રોકાવા માંડતાં જ તેના પતિની વર્તણૂક તેની સાથે બદલાઈ ગઈ અને તે મારાથી દુર રહેવા લાગ્યો હતો.
જ્યારે તેની માતા તેના પતિની ખૂબ નજીકમાં રહેતી હતી, જ્યારે તેણીને શંકા ગઈ ત્યારે તેણે આ બંને પર નજર રાખવા માંડી, ત્યારે તેને ખબર પડી કે,બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધ ચાલી રહ્યો છે, જ્યારે તેણે તેનો વિરોધ કર્યો ત્યારે બંનેએ તેને માર માર્યો હતો અને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી..
તે પછી મહિલા પોલીસ સ્ટેશનને જઇને અહેવાલ નોંધ્યા બાદ પોલીસવાળા પણ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.