હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી- જુન સુધીમાં ક્યારેય ચક્રવાત, તો ક્યારેક પડશે કરા

Ambalal Patel forecast: રાજ્યમાં ચોમાસા પછી આ વખતે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં ક્યારેક માવઠું તો ક્યારેત ઠંડી પણ પડી રહી છે. પરંતુ આ વર્ષે હજી જોઇએ તેવી ઠંડી પડી નથી. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ડિસેમ્બરના (Ambalal Patel forecast) બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી રહ્યા છે. તેમણે નવા વર્ષની શરૂઆતથી છેક એપ્રિલ મહિના સુધી ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તે અંગેનું અનુમાન કર્યુ છે.

અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો માટે જણાવ્યુ છે કે, 18 ડિસેમ્બર પછી દેશના ઉત્તરિય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થશે અને હવામાનમાં ફેરફાર જોવા મળશે. એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાત તરફ વાદળો આવી રહ્યા છે. વરસાદ આવે તેવા વાદળો નથી એટલે થોડી રાહત રહેશે. કારણ કે, ઓછા ભેજના કારણે ઉત્તર ભારતમાં ધુમ્મસ જેવું જોવા મળશે. ધીમે-ધીમે હવામાનમાં ફેરફાર રહેશે.

તારીખ 16થી 18 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અરબ સાગરનો ભેજ અને વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે. 23 ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં મોટા ફેરફાર થશે. મજબુત સિસ્ટમ આવશે. જે ઉત્તર ભારત સહિત રાજ્યના વાતાવરણમ પલટો લાવશે. 23 ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા જણાવી રહ્યા છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે.

તેમણે ફેબ્રુઆરી મહિના અંગે વાત કરતા જણાવ્યુ છે કે, ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા પણ થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ફાગણ માસમાં ઠંડી પાડવાની શક્યતા રહેશે. કચ્છ, નલિયા, ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *