WHO ના વૈજ્ઞાનિકોનો દાવો: કોરોનાની હજુ શરૂઆત થઈ છે, અસલ તબાહી આવવાની બાકી છે

ભારતમાં કોરોનાના નવા 90,123 કેસ નોંધાયા પછી દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 50,0000 નો આંકડો વટાવી ગઈ છે. દેશમાં માત્ર 11 દિવસની અંદર કોરોનાના કેસ 40 લાખથી 50 લાખ થઈ ગયા છે. કોરોના કેસ સમગ્ર વિશ્વમાં 3 કરોડની નજીક પહોંચવાના છે. તે જ સમયે 9 લાખ 38 લોકોનાં મોત નીપજ્યાં છે. આ દરમિયાન, WHO સાથે સંકળાયેલા વિશ્વ વિખ્યાત આરોગ્ય નિષ્ણાંત ડેવિડ નાબ્રરોએ જણાવ્યું છે કે, હજી પણ કોરોના રોગચાળાના પ્રારંભિક તબક્કામાં છે. સૌથી ખરાબ સમય હજુ આવવાનો બાકી છે.

‘કોરોના વાયરસથી ચિંતા મુક્ત થવાથી મોટું નુકસાન થઈ શકે છે’
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વિશેષ પ્રતિનિધિ અને યુકેની પ્રતિષ્ઠિત ઈમ્પિરિયલ કોલેજ લંડન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ ઇનોવેશનના સહ-ડિરેક્ટર એવા ડેવિડ નાબ્રરોએ યુકે સંસદની હાઉસ ઓફ કોમન્સ ફોરેન અફેર્સ કમિટીને જણાવ્યું છે કે, હાલમાં તો કોરોના વાઈરસથી ચિંતા મુક્ત થવાથી વધુ નુકસાન થઈ શકે છે. આ ખરેખર ગંભીર છે. હજુ કોરોના વચ્ચે પણ પહોચ્યો નથી.

‘તે કોઈપણ સાયન્સ ફિક્શન મૂવી કરતા ખરાબ હાલત થશે’
તેમણે સંસદને જણાવ્યું હતું કે, આ વિશ્વવ્યાપી વાયરસથી થતી પરેશાનીઓની શરૂઆત છે. હું વ્યક્તિગત રૂપે માનું છું કે, તેની ખરેખર નકારાત્મક અસર થશે. તેમણે કહ્યું કે, પ્રકોપ સાયન્સ ફિક્શનની કોઈ મુવી કરતા પણ ખરાબ હાલત થશે, અને યુરોપના વધતા કેસોને જોતા તે વધુ ખરાબ સાબિત થઈ રહ્યો છે. ડેવિડે ખાસ કરીને યુરોપ વિશે કહ્યું છે કે, કોરોના બીજા તબક્કામાં આવે ત્યારે પરિસ્થિતિ અહીં બગડી શકે છે.

કોરોનાથી વિશ્વને મોટું આર્થિક નુકસાન થશે: ડેવિડ
ડેવિડે કહ્યું કે, રાહતનો શ્વાસ લેવાનો આ સમય નથી પરંતુ આવનારી મોટી આપત્તિ માટે તૈયાર રહેવાનું છે. ડેવિડે યુકેના સાંસદોને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ બેકાબૂ બન્યો હોવાથી વૈશ્વિક અર્થતંત્રમાં હવે મંદી જ નહીં પરંતુ સંકોચો થવાનો પણ ખતરો છે. એક મોટો આર્થિક સંકોચન જે કદાચ ગરીબ લોકોની સંખ્યા બમણી થઈ જશે. કુપોષિત લોકોની સંખ્યા બમણી થઈ જશે. તેમણે કહ્યું કે, કોરોનોવાયરસ રોગચાળાએ વિશ્વભરના યુવાનોના જીવન અને શિક્ષણ પર ખૂબ નકારાત્મક અસર કરી છે. આ યુવાનોની ભાવિ આજીવિકા જોખમમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *