હસતા નહી પણ આજે દાઉદ ઈબ્રાહીમનું 25 મી વખત મોત થયું- જાણો શું છે હકીકત

આજે સવારથી સસ્તી TRP મેળવતી મીડિયા ચેનલો દ્વારા એવા અહેવાલો અપાયા છે કે દાઉદ ઇબ્રાહિમનું કોરોનાને કારણે મોત થયું છે. આ મફત દલાલી કરતી મીડિયા ચેનલોને દેશ માં ચાલતા કોરોનાના કેસ, સ્વાસ્થ્ય સેવાઓની ક્ષતિઓ ને ઉજાગર કરવા કરતા પાકિસ્તાનમાં શું થઇ રહ્યું છે અને વિપક્ષના બાથરૂમમાં શું થઇ રહ્યું છે તે બાબતે વધુ રસ છે. ત્યારે આવા મીડીયા હાઉસને વખોડતી પોસ્ટ જાણીતા સામાજિક કાર્યકર ગોપાલ ઇટાલીયાએ કરી.

ગોપાલ ઈટાલીયા પોતાની ફેસબુક પોસ્ટમાં કહે છે કે,

બ્રેકિંગ ન્યૂઝ :-

કોરોના ના કારણે દાઉદ ઈબ્રાહીમનું 25 મી વખત મોત થયેલ છે.

આ અગાઉ દાઉદ ઈબ્રાહીમ હ્યદયરોગથી, ડાયાબીટીસથી, બોંમ્બવિસ્ફોટથી, બ્લડપ્રેશરથી, અમેરિકાના હુમલાથી, ભારતના હુમલાથી તેમજ અન્ય અનેક કારણોથી પણ મૃત્યુ પામેલ છે.

તે સિવાય મીડિયા દ્વારા પણ પુષ્ટિ કર્યા વગર અલગ અલગ સમયે લગભગ 38 વખત દાઉદને મારવામાં આવેલ છે.
આમ આજદિન સુધી દાઉદનો કુલ મૃત્યુઆંક 50-55 થી વધુ હોવાની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી છે. તેમજ દાઉદનો મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

દાઉદના મોતના લેટેસ્ટ સમાચાર જોવા માટે જોતા રહો અમારા બકવાસ ન્યૂઝ..

બ્યુરો રિપોર્ટ :- બકવાસ ન્યૂઝ
રિપોર્ટર :- અફવાચંદ્ર બોગસીયા

આ અહેવાલોને ધ્યાનમાં રાખી એક ન્યૂઝ એજન્સીએ દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ અહેવાલ પ્રમાણે અનીસ કઈ જગ્યાથી વાતચીત કરી રહ્યો હતો તે અંગે જાણી શકાયું નથી. અનીસે કહ્યું કે ભાઈ અને શકીલ તંદુરસ્ત છે. કોઈનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી. પરિવારનો કોઈ પણ સભ્ય હોસ્પિટલમાં દાખલ નથી.

અનીસે જણાવ્યું કે ડી કંપની પાકિસ્તાન અને દુબઈ મારફતે તેમનો કારોબાર ચલાવી રહ્યા છે. જ્યારે અનીસને UAEના લક્ઝરિયસ હોટેલ અને પાકિસ્તાનમાં મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે તો શું કરીએ. ટ્રાન્સપોર્ટનો કારોબાર પણ ચાલી રહ્યો છે.

સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે નકામાં અને પાયાવિહોણા સમાચાર બતાવીને TRP કરતી ચેનલો પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. ભારતની ચિંતા કરવાને બદલે રોજ પ્રાઈમ ટાઈમની ડીબેટમાં પાકિસ્તાનમાં ટામેટાના ભાવ શું છે તેની ચર્ચા થાય છે પણ દેશના ખેડૂતને પાકના ભાવ નથી મળતા તેની ચર્ચા કરવા સમય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *