દિલ્હી(Delhi): નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ એક મોટો ખુલાસો કર્યો છે કે, અંડરવર્લ્ડ ડોન અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમે(Dawood Ibrahim) ભારત પર હુમલો(Attack on India) કરવા માટે એક સ્પેશિયલ યુનિટ બનાવ્યું છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર દાઉદ ઈબ્રાહિમની હિટ લિસ્ટમાં ઘણા રાજકીય નેતાઓ(Political leader) અને જાણીતા બિઝનેસમેન(Businessman)ના નામ સામેલ છે.
એક અહેવાલ અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ તેના સ્પેશ્યલ યુનિટ સાથે દેશના વિવિધ ભાગોમાં હિંસા ભડકાવવા માટે વિસ્ફોટક અને ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને દેશ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે. આ સાથે દાઉદ ઈબ્રાહિમની નજર દિલ્હી અને મુંબઈ પર છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તાજેતરમાં દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડવામાં તેમની સંડોવણી બદલ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ઈડી દાઉદના ભાઈ ઈકબાલ કાસકર, તેના સહયોગીઓ અને ગેંગના સભ્યોની પણ પૂછપરછ કરશે. શુક્રવારે, ઇકબાલ કાસકરને મની લોન્ડરિંગ કેસમાં 24 ફેબ્રુઆરી સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
તપાસ એજન્સીએ કોર્ટને કહ્યું છે કે, કાસકરની પૂછપરછમાં મહત્વપૂર્ણ તથ્યો બહાર આવી શકે છે કારણ કે તે મુખ્ય કાવતરાખોર અને સિન્ડિકેટનો નેતા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, EDએ ઇબ્રાહિમની દિવંગત બહેન હસીના પારકર, કાસકર તેમજ ગેંગસ્ટર છોટા શકીલના સંબંધીઓના મુંબઈમાં લગભગ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઇડીનો કેસ તાજેતરમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા ઇબ્રાહિમ અને અન્યો વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની જોગવાઈઓ હેઠળ નોંધાયેલી FIR પર આધારિત છે.
ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે, કાસ્કરની પૂછપરછમાં મહત્વપૂર્ણ તથ્યો બહાર આવી શકે છે કારણ કે તે મુખ્ય કાવતરાખોર અને સિન્ડિકેટનો નેતા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, EDએ ઇબ્રાહિમની દિવંગત બહેન હસીના પારકર, કાસકર તેમજ ગેંગસ્ટર છોટા શકીલના સંબંધીઓ સાથે જોડાયેલા લોકોના મુંબઈમાં લગભગ 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
ઇડીનો કેસ તાજેતરમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા ઇબ્રાહિમ અને અન્યો વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની જોગવાઈઓ હેઠળ નોંધાયેલી FIR પર આધારિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.