ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય- હવે સાર્વજનિક સ્થળોએ અંગ્રેજીમાં નહિ પરતું માતૃભાષા ગુજરાતીમાં લખાણ ફરજિયાત

ગુજરાત(Gujarat): રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકારે(Government of Gujarat) એક મહત્વનો નિર્ણય લીધો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગે એક ઠરાવ પસાર કર્યો હતો કે રાજ્યના 8 મહાનગરોમાં તમામ સરકારી કચેરીઓ, કેમ્પસ અને જાહેર સ્થળોએ ગુજરાતી ભાષાનો લેખિતમાં ફરજિયાત કરવાનો રહેશે. ખાનગી માલિકીના જાહેર સ્થળોએ પણ ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તમામ મ્યુનિસિપલ કમિશનરો(Municipal Commissioners)એ આ બાબતનો અમલ કરવો પડશે.

21મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતી માતૃભાષા દિવસ છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આપણે જાહેર સ્થળો પર અંગ્રેજી ભાષામાં લખેલા બોર્ડ જોતા હતા, પરંતુ હવેથી આ બોર્ડ ગુજરાતી ભાષામાં જોઈ શકશો. આ સૂચનાનું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. અંગ્રેજી ભાષા વચ્ચે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો ગુજરાત સરકારનો આ પ્રયાસ ખુબ જ સરાહનીય છે. ગુજરાતી જ્યારે પોતાની ભાષાને ભૂલવા લાગશે ત્યારે તેને સાચવવાનો આ એક મહત્વનો નિર્ણય સાબિત થશે. રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે, સરકારનો આ નિર્ણય તેને સાબિત કરવાનો પ્રયાસ છે. યોગાનુયોગ બે દિવસ પછી માતૃભાષા દિવસ(મધર્સ ડે) છે.

ગાંધીનગરમાં ગુજરાતી ભાષા સંવર્ધન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ પહેલા આ પરિપત્ર બહાર પાડવો એ એક મોટો સંકેત છે કે આપણે ભાષાની ગરિમાને જાળવી રાખવા માટે નક્કર પ્રયાસો કરવા જોઈએ. આમાં ભાષાનું ગૌરવ મહત્ત્વનું છે. ઘણા રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષાઓમાં બોર્ડ જોવા મળે છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષામાં બોર્ડ છે. દરેક જગ્યાએ અંગ્રેજી તેમજ ગુજરાતીને પસંદગી આપવી જોઈએ. તો આરજે દેવકીએ કહ્યું કે જ્યાં ગુજરાતી બોર્ડ છે ત્યાં લોકો ગુજરાતી જોડણી પર ધ્યાન પણ આપતા નથી. આપણી ભાષા યોગ્ય રીતે લખવી જરૂરી છે. જાહેરમાં ગુજરાતી માધ્યમનો અભ્યાસ કરવો જરૂરી છે.

રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા માટે સરકાર દ્વારા એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. હવેથી ગુજરાતમાં જાહેર સ્થળોએ ગુજરાતી ભાષાનો લેખિતમાં ઉપયોગ કરવામાં આવશે. રમતગમત, યુવા અને સંસ્કૃતિ વિભાગે એક ઠરાવ પસાર કર્યો છે. જે 8 મહાનગરોની તમામ સરકારી કચેરીઓ, કેમ્પસમાં લાગુ કરવામાં આવશે.

કયા મહાનગરોમાં અંગ્રેજીની સાથે ગુજરાતી પણ થયુ ફરજીયાત?
ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં આ ઠરાવ લાગુ થશે.

કયા સ્થળો પર અંગ્રેજીની સાથે પણ ગુજરાતી ફરજિયાત?
સિનેમાગૃહ, નાટ્યગૃહ, બેન્કવેટ હોલ, શાળા-કોલેજ, સુપર માર્કેટ, શોપિંગ મોલ્સ, હોસ્પિટલ, હોટેલ-રેસ્ટોરન્ટ-કેફે, બેંક, વાંચનાલય અને બાગ-બગીચામાં ગુજરાતી ફરીજીયાત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *