એક યુવક અને યુવતીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. બંનેના નગ્ન શરીર મળી આવ્યા હતા. યુવકનો પ્રાઈવેટ પાર્ટ કપાયેલો હતો અને યુવતીના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. મૃતદેહોને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે યુવક-યુવતીની ઓળખ રાહુલ અને સોનુ તરીકે થઈ છે. યુવક ઉદયપુરની સરકારી શાળામાં શિક્ષક હતો. તેના લગ્ન 2017માં થયા હતા. તેમને બે દીકરીઓ છે. પિતા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. જે પોલીસ લાઈનમાં ફરજ બજાવે છે. યુવક 15 નવેમ્બરથી ગુમ હતો. પરિવારના સભ્યો દીકરાને શોધી રહ્યા હતા. આ અંગે પિતાએ સ્થાનિક પોલીસ ચોકીમાં જાણ પણ કરી હતી.
પોલીસે જણાવતા કહ્યું- મૃતદેહો લગભગ બે દિવસ જૂના છે. મૃતદેહો સળગી જવાના કારણે લાગી રહ્યું છે કે, તેમને કોઈ કેમિકલ નાખીને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકોએ બપોરે 12 વાગ્યે જંગલમાં લાશ પડી હોવાની જાણ પોલીસને કરી હતી. મૃતદેહો પાસે કપડા અને ચંપલ પણ મળી આવ્યા હતા. મોબાઈલ પણ છોકરાના કપડા નીચે દટાયેલો મળી આવ્યો હતો. જેમાં કોલ ડિટેઈલના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
જાણવા મળ્યું છે કે, મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. મૃતક સોનુના પિતાએ જણાવ્યું કે, પુત્રીના લગ્ન ભાગલમાં થયા હતા. જ્યારે તેની તેના પતિ સાથે ન બની ત્યારે તેણીએ ઘર છોડી દીધું. તેણે તેના પતિ વિરુદ્ધ ભરણપોષણનો કેસ પણ દાખલ કર્યો હતો. હાલ તે બારના ગામમાં રહેતી હતી, જ્યાં સોનું ટેલરિંગનું કામ કરતી હતી. જ્યાં લાશ મળી તે ઉબેશ્વરજી પિકનિક સ્પોટ ઉદયપુરથી લગભગ 20 કિમી દૂર ઊંચી ખીણ પર છે. રોડથી 300 મીટર દૂર જંગલમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા.
એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઈ છે. મામલાની ગંભીરતા જોઈને ઘણા પોલીસ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉદયપુરના એસપી એ જણાવ્યું કે ‘પ્રારંભિક તપાસમાં મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું લાગી રહ્યું છે. મૃતકોના શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન છે. તે બાબતે તપાસ કરી રહ્યા છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.