એક મોત, પાંચ હત્યારા… જુઓ કેવી રીતે પળવારમાં વિખાયો સુખી-સંપન્ન કરોડપતિ પરિવારનો માળો

જયપુરમાં બુધવારે એક વેપારીએ પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો. આ પહેલા તેણે વીડિયો બનાવીને આપઘાતનું કારણ આપ્યું હતું. અંગ્રેજીમાં એક વાક્ય છે – (every…

જયપુરમાં બુધવારે એક વેપારીએ પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો. આ પહેલા તેણે વીડિયો બનાવીને આપઘાતનું કારણ આપ્યું હતું. અંગ્રેજીમાં એક વાક્ય છે – (every suicide has a murderer) એટલે કે આપઘાત કરનાર દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખૂની હોય છે. આ કેસ પણ એવો જ છે, જેમાં 1 આપઘાત માટે 5 લોકો જવાબદાર છે. જયપુરના સોની પરિવારની આ કરુણ કહાની છે, જેમના જીવનકાળની ખુશીઓનો એક જ ગોળીથી અંત આવ્યો હતો. 5 લોકોની છેતરપિંડીથી ઘરના માલિક મનમોહન સોની પર 6.5 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું.

બેંક દર મહિને 2 લાખ રૂપિયાનો હપ્તો માંગી રહી હતી. લોન ચુકવવા માટે તેણે પોતાના સપનાનું ઘર પણ વેચી દીધું. મર્સિડીઝ, ફોર્ડ એન્ડેવર જેવી 5 લક્ઝરી કાર સુધી બધું જ વેચાઈ ગયું. બાળકોના લગ્ન અને શિક્ષણ માટે ગોઠવેલી એફડી પણ તૂટી ગઈ હતી. માતા, પત્ની અને બહેનના દાગીના પણ વેચાઈ ગયા. જીવનથી હારીને ઊંઘની ગોળીઓ ખાઈને ઊંઘવાનો પ્રયાસ કર્યો અને પછી 16 નવેમ્બરે પોતાને ગોળી મારી દીધી. જે કોઈને પણ આ દર્દનાક ઘટનાની જાણ થઈ, તેની જીભ પર એક જ પ્રશ્ન હતો – એક સુખી પરિવાર પળવારમાં નાશ પામ્યો.

શાસ્ત્રીનગરની સ્વર્ણકાર કોલોનીમાં રહેતા મનમોહનને બુલિયનના બિઝનેસથી ખૂબ સારૂ ટર્નઓવર થતું હતું. ૨૦ વર્ષ જુના સત્યાર્થ તિવારી નામના મિત્રએ જ મનમોહનને મિત્રતાની જાળમાં ફસાવી છેતર્યા, અને તેના મિત્રએ જેમ કહ્યું તેમ કરવા લાગ્યા. ધીરે ધીરે મનમોહનને દેવું વધવા લાગ્યું. છતાં મિત્રોએ મનમોહનનું એટલી હદે બ્રેઈન વોશ કરી નાખ્યું હતું કે, મનમોહનને આ વાતની થોડી પણ જાણ રહી નહોતી.

શરૂઆતમાં, આરોપીએ મનમોહનને દર મહિને 1 લાખ રૂપિયા પર 1,000 રૂપિયાનો નફો આપ્યો હતો. આ કારણે મનમોહન તેની જાળમાં ફસાતા રહ્યા. છેતરપિંડી હેઠળ આવીને, મનમોહને તેની દુકાન વેચી દીધી અને પછી ઘર પર લોન લીધી અને તે પૈસા ફાઇનાન્સમાં રોક્યા. આ પછી તેના ભાઈ, તેની પત્ની, બહેન અને મિત્રો સહિત પરિવારના 15 સભ્યોના લાખો રૂપિયાનું પણ ફાઈનાન્સમાં રોકાણ કરવામાં આવ્યું હતું. દર મહિને વ્યાજ મળતાં તેના પરિચિતોએ પણ ફાઇનાન્સમાં નાણાં રોકવાનું શરૂ કર્યું હતું. મનમોહનને 6 કરોડ રૂપિયા મળ્યા બાદ આરોપીઓએ વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. મનમોહને પૈસા માંગ્યા તો આરોપીએ બહાનું કાઢ્યું – કોરોનામાં નુકસાનને કારણે બધા પૈસા ડૂબી ગયા.

જ્યારે પૈસા ફસાઈ ગયા ત્યારે મનમોહને બેંકની લોન ચૂકવવા માટે પોતાનું ઘર વેચવું પડ્યું. પળવારમાં પરિવાર રસ્તા પર આવી ગયો. ઘર ચલાવવા માટે આવકનો બીજો કોઈ રસ્તો જ નહોતો. જે પરિવાર કરોડોના બંગલામાં રહેતો હતો તે પરિવારને તેમના જ મકાનમાં ભાડે રહેવાની ફરજ પડી હતી. સમાજમાં માન જાળવવા માટે મનમોહને સૌપ્રથમ પોતાનું ઘર વેચ્યું. પછી તેની મનપસંદ મર્સિડીઝ સહિત પાંચ લક્ઝરી કાર વેચી. માતા, પત્ની અને પુત્રીના 1 કરોડના દાગીના વેચ્યા. આ પછી પણ કરોડોની લોન હતી.

તે મરવા માંગતો ન હતો, મરતા પહેલા તેણે વીડિયોમાં એમ પણ કહ્યું કે તે ઘણા દિવસોથી વિચારી રહ્યો છે પરંતુ હિંમત નથી મળી રહી. સાથે પોલીસ અને પ્રશાસન તરફથી પણ કોઈ મદદ મળી રહી નથી અને આરોપીઓ તેમને વારંવાર ધમકીઓ આપી રહ્યા છે. 2020માં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પછી પણ કોઈ કાર્યવાહી ન થતાં તેની હિંમત તૂટી ગઈ હતી. તેણે પોતાનું ઘર, કાર, દાગીના વેચી દીધા અને હજુ પણ લોન ચૂકવી ન હતી, તેથી તેણે આપઘાત કરી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *