ચૂંટણી બની લોહિયાળ! સુરતમાં ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે સર્જાયું ઘર્ષણ, વાહનોના કાચ ફૂટ્યા- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને AAPના કાર્યકરો સામ સામે આવી જવાને કારણે ભયનો માહોલ સર્જાયો હતો. આમ આદમી પાર્ટી દ્વારા સુરતના કિરણ ચોક(Kiran Chowk) ખાતે એક…

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને AAPના કાર્યકરો સામ સામે આવી જવાને કારણે ભયનો માહોલ સર્જાયો હતો. આમ આદમી પાર્ટી દ્વારા સુરતના કિરણ ચોક(Kiran Chowk) ખાતે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AAPની સભામાં બબાલ થયા બાદ ભાજપ કાર્યાલય પર હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતા ભાજપનો એક કાર્યકર ઘાયલ થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને BSFની ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી અને મામલો શાંત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. એવામાં ચૂંટણી અગાઉ જ સુરતના યોગી ચોક ખાતે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બનવા પામ્યું હતું. મહત્વનું છે કે, ઘટનાને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે થઇ બબાલ:
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના સરથાણા યોગીચોક પાસે આવેલા ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંન્ને પક્ષના કાર્યકરો દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાને પગલે અનેક ગાડીઓના કાચ તૂટ્યા હતા. જયારે ભાજપનો એક કાર્યકર ઘાયલ થયો હતો.

અમે તમને જણાવી દઈએ કે, ભારતીય જનતા પાર્ટીએ કામરેજ બેઠક પર પૂર્વ ધારાસભ્ય પ્રફૂલ પાનસેરિયાને ઉમેદવારની કમાન સોંપવામાં આવી છે. તો કોંગ્રેસ પાર્ટી દ્વારા નિલેશ કુંભાણી અને આમ આદમી પાર્ટી દ્વારા રામ ધડૂકને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામશે તે નક્કી છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *