અમદાવાદની જે ટાંકીનું પાણી કેટલાય લોકો ઉપયોગમાં લેતા હતા એ જ ટાંકીમાંથી નીકળી મહિલાની લાશ

અમદાવાદ(ગુજરાત): આજકાલ હત્યાની ઘટનામાં સતત વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ફરીવાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો…

અમદાવાદ(ગુજરાત): આજકાલ હત્યાની ઘટનામાં સતત વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન ફરીવાર અમદાવાદના ખોખરા વિસ્તારમાં મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો છે. જાણવા મળ્યું છે કે, પાણીની પ્લાસ્ટીકની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવી હતી. ઘટનાસ્થળે પર લોકોના ટોળાઓ જોવા મળ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મહિલાનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા મોહન એસ્ટેટમાં આવેલી ગારમેન્ટ કંપનીના ત્રીજા માળે ધાબા પરની પાણીની ટાંકીમાંથી મહિલાની લાશ મળી આવી છે. મહિલાનો મૃતદેહ મળી આવતા ખોખરા પોલીસ ઇન્સપેક્ટર વાય. એસ. ગામિતની સાથે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચી ગયો હોવાનું સામે આવ્યું છે.

ખોખરા પોલીસે ઘટના સ્થળ પર આવીને પાણીની ટાંકી તોડીને જોયું તો કોહવાયેલ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ જોતા જ સમજી ગઈ હતી કે, મહિલાની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા માલુમ થયું હતું કે, આ મૃતક મહિલા અહીંયા કે આસપાસના વિસ્તારની નથી. ત્યારે પોલીસ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ મહિલાની ઓળખ કઈ રીતે કરવી.

પોલીસને મહિલાના હાથ પર એક છૂંદણું મળી આવ્યું છે. જેમાં ત્રણ સ્ટાર અને ‘J’ લખેલ હોવાનું સામે આવ્યું છે. હાલ, મહિલાની ઓળખ માટે પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધારવામાં આવ્યા છે. મહિલાના હત્યારા સુધી પહોંચવા માટે ખોખરા પોલીસ આસપાસના સીસીટીવી સહિતની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે કે, મહિલાની હત્યા શા માટે અને કોના દ્વારા કરવામાં આવી છે તે જોવું રહ્યું!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *