આંખના પલકારામાં આંબી ગયો કાળ- સુરતના સચિનમાં બીજા માળેથી નીચે પડતા યુવકનું કરુણ મોત

Surat youth dies: દિવસેને દિવસે સતત આકસ્મિક ઘટનાઓમાં વધારો નોધાય રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી વધુ એક આકસ્મિક ઘટના સામે આવી છે. એક યુવકનું બીજા માળેથી પટકાતાં સુરતના સચિન વિસ્તારમાં કરુણ મોત(Surat youth dies) નીપજ્યું છે.

મળેલી માહિતી અનુસાર યુવક બીજા માળે ધાબાની પાળી પર બેઠો હતો, તે દરમિયાન યુવકને ચક્કર આવતા તે યુવક નીચે પટકાયો હતો. ત્યારબાદ તરત જ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા ગેંદેલાલ નથુલાલ નિષાદ (ઉંમર વર્ષ 35) અને મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી હાલ અહી ભાડાના મકાનમાં એકલો રહેતો હતો. મળેલી માહિતી અનુસાર ગેંદેલાલ અપરણિત છે અને તેનો પરિવાર વતનમાં રહે છે. કલર ડાયિંગમાં કામ કરીને ગેંદેલાલ પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગેંદેલાલ રાત્રે બિલ્ડિંગના બીજા માળે ધાબાની પાળી પર બેઠો હતો, આ દરમિયાન તેણે ચક્કર આવ્યા અને તે બીજા માળેથી નીચે પટકાયો હતો. તેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ટુંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *