બેફામ ચાલતા ડમ્પરે લીધો માસુમનો ભોગ: શાળાએ જઈ રહેલી શિક્ષિકા ટાયરમાં આવી જતા ઘટના સ્થળે જ મોત

હાલમાં અકસ્માતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોટા ભાગના લોકો રોડ અકસ્માતનો ભોગ બને છે. આ દરમિયાન ફરી એક અકસ્માતનો કેસ સામે આવ્યો છે જેમાં એક ડમ્પર ચાલકે એક શિક્ષિકાને ટાયરની નીચે લઇ લીધી હતી.

જાણવા મળ્યું છે કે, આજે સવારે માર્ગ અકસ્માતમાં શાળાના હેડમાસ્ટરનું મોત થયું છે. મૃતક મહિલા ગ્રેડ સેકન્ડની શિક્ષિકા હતી. તે સવારે શાળાએ જતી હતી તે સમયે પાછળથી આવી રહેલા ડમ્પરે તેને ટક્કર મારી દીધી હતી. ટાયરની નીચે આવી જવાને લીધે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘટના બાદ ડમ્પરનો ચાલક ત્યાંથી ભાગી ગયો છે. આ દુ:ખદ ઘટના સવારે 7 વાગ્યે સર્જાઈ હતી. મોના દરરોજની માફક સ્કૂટીથી શાળાએ જઈ રહી હતી. તે તાલુકા કાર્યાલાય પાસે પહોંચી ત્યારે પાછળથી આવી રહેલા ડમ્પરના ચાલકે સ્કૂટને ટક્કર મારી હતી. જાણવા મળ્યું છે કે, આ સમગ્ર ઘટના એક CCTVમાં કેદ થઈ છે. આ ઘટનામાં ડમ્પરના ડ્રાઈવરની લાપરવાહી સામે આવી છે.

આ ઘટના બાદ શિક્ષકોએ ડમ્પર ચાલક સામે હત્યાનો કેસ દાખલ કરી તેને કડક સજા કરવા માંગ કરી છે. પોલીસ દ્વારા સ્થળ પરથી મૃતદેહને કબજામાં લીધો છે. મોના રાજકીય ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય ગોવા ખુર્ગમાં કાર્યરત હતી, તેના પિતા ફિઝીકલ ટીચર પદ પરથી નિવૃત થયા છે. મોના RASની તૈયારી કરતી હતી. આ અકસ્માત રાજસ્થાનમાં સર્જાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *