રાજકોટ(ગુજરાત): એક દુ:ખદ ઘટના રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સ્વિમિંગ પુલમાં ઘટી છે. એક તરૂણ સ્વિમિંગ પુલના પાણીમાં મઝા લઈ રહ્યો હતો. તે દરમિયાન તરુણનું મૃત્યુ થયું છે. આ તરુણનું નામ મૌર્ય નિકેશભાઈ વિઠલાણી છે. આ ઘટના બાદ સ્વિમિંગ પુલનો સ્ટાફ પણ દોડતો થઈ ગયો છે. તરૂણનું મોત થવાને કારણે તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવ શહેરના એમરાલ્ડ 96 ક્લબ પાસે બન્યો છે. આ કલબમાં એક સ્વિમિંગ પુલ આવેલું છે. મળતી માહિતી મુજબ, તરૂણ સ્વિમિંગ પુલમાં નાહવા ગયો હતો. જોકે જયારે તે સ્વિમિંગની મઝા માણી રહ્યો હતો ત્યારે એર ટ્યૂબ નીકળી ગઈ જેના કારણે તરૂણનું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાળક પર આસપાસના લોકોનું ધ્યાન પડતા તે લોકોએ જલ્દીથી યુવકને બહાર કાઢ્યો હતો. એટલું જ નહીં, તેને તરત હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેના કારણે બાળકના પરિવારમાં હાલ શોકનો માહોલ છવાય ગયો છે.
સમગ્ર મામલે સવાલ એ થઈ રહ્યા છે કે, બાળક જ્યારે સ્વિમિંગ પુલમાં જાય છે. ત્યારે કલ્બ ઓથોરેટીનો કોઈ પણ વ્યક્તિ ત્યા હાજર કેમ ન હતો. બાળક એકલો સ્વિમિંગ પુલમાં ગયો તો લોકોએ કાળજી શા માટે ન રાખી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.