કારમાં હવા ભરવા માટે 40 રૂપિયા માંગતા બદમાશોએ પેટ્રોલ પંપના કર્મચારીને ઘસડીને કરી એવી હાલત કે… – જુઓ વિડીઓ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં કાર સવાર એક વ્યક્તિને દૂર સુધી ઘસડી રહ્યો છે. આ ઘટના રવિવારના રોજ બપોરે લખનઉના…

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં કાર સવાર એક વ્યક્તિને દૂર સુધી ઘસડી રહ્યો છે. આ ઘટના રવિવારના રોજ બપોરે લખનઉના પારા પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાજી પેટ્રોલ પંપ પર ઘટી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, કારમાં સવાર કેટલાક યુવાનો પેટ્રોલ ભરવા માટે બાલાજી પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. આ પછી કાર સવાર ટાયરમાં નાઇટ્રોજન હવા ભરી હતી.

આ દરમિયાન જ્યારે પંપ કર્મચારીએ પૈસા માંગ્યા ત્યારે કાર ચાલકે ખિસ્સામાં હાથ નાખીને પૈસા આપવાનો પ્રયાસ કર્યો. પણ જેવી તેણે પૈસા પકડવા માટે કારની બારીની અંદર હાથ નાખ્યો અને કાર ચાલકે બારીના કાચ બંધ કરી દીધા. જેના કારણે પંપના કામદારનો હાથ અરીસામાં અટકી ગયો અને તે વિનંતી કરતો રહ્યો કે મારો હાથ છોડી દો. ગાડીથી 20 મીટર જેટલી ખેંચાયા બાદ કારની બારી ખુલી અને પંપ કર્મચારી નીચે પડી ગયો.

આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા CCTV માં કેદ થઈ ગઈ હતી, જોકે બધું થયા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર મામલાની નોંધણી કર્યા બાદ પોલીસ તપાસ હાથ ધરી પરંતુ હજુ સુધી કાર ચાલક વિશે કઈ જાણવા મળ્યું નથી.

પેટ્રોલ પંપના કર્મચારીના જણાવ્યા અનુસાર, કારના ડ્રાઈવરે નાઈટ્રોજન હવા નખાવી હતી. જ્યારે તેની પાસેથી ₹40 માંગવામાં આવ્યા ત્યારે તેણે તેના ખિસ્સામાં હાથ નાખીને પૈસા આપવાનો ઈશારો કર્યો. ઝડપથી મેં મારો હાથ અંદર લંબાવ્યો, તેણે તરત જ અરીસો બંધ કરી દીધો અને મારો હાથ બારીમાં જ અટકી ગયો. હું બૂમો પાડતો રહ્યો કે મારો હાથ છોડો પરંતુ તેઓએ મને 20 મીટર સુધી ખેંચ્યો અને કોઈક રીતે મારો હાથ કારની બારીમાંથી બહાર આવ્યો અને હું નીચે પડી ગયો પરંતુ તેઓ ત્યાંથી ભાગી ગયા.

પોલીસ કમિશનર ડી.કે ઠાકુરના જણાવ્યા અનુસાર, એક ફરિયાદ આવી હતી. જેની તપાસ શરુ કરવામાં આવી છે, સીસીટીવીની મદદથી કારના ડ્રાઈવરની શોધખોળ શરુ છે. પોલીસ ગુન્હેગાર વિરુધ કડક કાર્યવાહી કરશે તેવું જણાવ્યું છે. કાર સવારના આ કરતુત CCTV માં કેદ થઇ ગઈ હતી અને સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને cctvમાં જોયા બાદ લોકો રોષે ભરાયા છે અને પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *