મહેસાણા (Mehsana)/સુરેન્દ્રનગર (Surendranagar): અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે વધુ એક અકસ્માતના બે બનાવમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. મહેસાણા જિલ્લા અને ધ્રાંગધ્રા હાઇવે પર થયેલા અકસ્માતમાં કુલ બે લોકોએ જીવ ગુમાવ્યો છે. મહેસાણામાં કાર પલટી જતાં યુવકનું મોત થયું છે, જ્યારે ધ્રાંગધ્રા (Dhrangadhra) માં બાઇક ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મૃત્યું થયું છે.
મહેસાણામાં અકસ્માત:
મળતી માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માત મહેસાણાના બહુચરાજી-મોઢેરા વચ્ચે સર્જાયો હતો. જેમાં એક કાર પલટી જતા ડ્રાઇવર સિટ પર બેઠેલા યુવકનું મોત થયું છે. મૃતક યુવકનું નામ જીતુ જોશી(33) હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કાર પલટી મારીને બાજુના ખેતરમાં પડી હતી. કારની ઝડપ એટલી હતી કે તે ગુલાટ મારતાં મારતાં ખેતરમાં પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ ઘાયલ થયેલા યુવકને બહાર કાઢીને હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હૉસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
સુરેન્દ્રનગરમાં અકસ્માત:
આ પછી વધુ એક અકસ્માત માલવણ ધ્રાંગધ્રા હાઇવે પર હરિપર પાસે સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું છે. બનાવમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે અજાણ્યા વાહન ચાલકની ટક્કરે બાઇક પર સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇક અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય બે વ્યક્તિને સારવાર માટે ધ્રાંગધ્રાની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “મહેસાણામાં કાર ગુલાટી મારતા-મારતા ખેતરમાં જઈને પડી, ૩૩ વર્ષીય યુવકનું મોત ‘ઓમ શાંતિ’”