સામાજિક અગ્રણી તથા ખોડલધામ સહિત અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા પટેલ સમાજના યુવા અગ્રણી પંકજભાઈ સિધ્ધપરા ના ધર્મપત્ની હેતલબેન સિધ્ધપરા નું કેન્સર ની બીમારી ને કારણે તારીખ 25 ઓગસ્ટ ના રોજ દુઃખદ અવસાન થયું હતું. ત્યારે મરણ બાદ સમાજના રીતરિવાજ મુજબ યોજાતાં બેસણાંની જગ્યા પર હાલની કોરોનાની મહામારીમાં શહેરમાં લોહીની અછતને લઈ ને રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 111 રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. સાથે-સાથે મરણ પછીની બારમાંની વિધિમાં વૃક્ષા રોપણનો કાર્યક્ર્મ યોજી સમાજમાં એક નવી રાહ ચીંધવાનો સંકલ્પ કર્યો છે.
સાથે-સાથે પંકજભાઈ સિધ્ધપરાના ધર્મપત્નીનું કેન્સરની બીમારીને કારણે અવસાન થયેલ હોવાથી તેમની સ્મૃતિ રૂપે સુરતમાં એક ફાઉન્ડેશનની સ્થાપના કરી કેન્સર રોગ પ્રત્યે લોકમાં જાગૃતતા લાવવા તથા મહિલા ઓમા વધારે થતાં કેન્સર માટે ના જવાબદાર તત્વો નું વહેલાસર નિદાન અને સફળતા પૂર્વક સારવાર થઇ શકે એ કારણોસર લોક જાગૃતિ તથા લેબોરેટરી તપાસ થઈ શકે એ હેતુથી એક સેંટર સુરત શહેર ખાતે ઉભુ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં આવા લોકોને વહેલીતકે નિદાન કરવામાં આવશે અને એ માટે જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવશે.
યોજાયેલી આ રકતદાન શિબિરમાં સમાજ અગ્રણી કાનજીભાઈ ભાલાળા, મહેશભાઈ સવાણી, નાનુભાઈ સાવલિયા, અલ્પેશ કથીરીયા, ધાર્મિક માલવિયા, ડો. કિશોરભાઈ રૂપારેલિયા, ડો. ગધેસરિયા સાહેબ, ડો. સ્નેહલ ડુંગરાણી, કોર્પોરેટર દિનેશ સાવલિયા, દેવરાજભાઈ ટીંબી સહિત સમાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અને પોતે રક્તદાનમાં યોગદાન આપ્યું હતું. અને સમાજમાં જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews