ગોંડલમાં બે ભાઈની એકની એક બહેને ઝેરી દવા ગટગટાવી આણ્યો જીવનનો અંત- આપઘાતનું કારણ જાણી ધ્રુજી ઉઠશો

ગુજરાત(Gujarat): રાજ્યમાં વારંવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે હવે એક યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. વાત કરવામાં આવે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વારંવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે હવે એક યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. વાત કરવામાં આવે તો ગોંડલ(Gondal)ના દેવચડી(Devchadi) ગામ રહેતી કિરણ દાખડા નામની યુવતીનું શંકાસ્પદ મોત થયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જા તેનું મોત ઝેરી દવા પીવાને કારણે થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ગઈકાલના રોજ વહેલી સવારે 5:00 વાગ્યાની આજુબાજુ યુવતી જાગી હતી. ત્યારબાદ ફરીથી સુઈ ગઈ હતી. અને ત્યારબાદ આઠેક વાગ્યાની આસપાસ પરિવારજનો તેમને જગાડવા માટે ગયા ત્યારે મોઢામાંથી ફીણ નીકળેલી અને બેભાન હાલતમાં જોવા મળી હતી.

મહત્વનું છે કે આ હાલતમાં જોઈને પરિવારે તેને ગોંડલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી, પરંતુ ત્યાં યુવતીએ દમ તોડી દીધો હતો. અત્રે ઉલ્લખનીય છે કે, મોતનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા મૃતદેહ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. મૃતક ઘરકામ કરવા સાથે કારખાનામાં પણ કામ કરતી હતી અને પરિવારને આર્થિક મદદ રૂપ થતી હતી.

ઉલ્લેખનીય છે કે, પરિવારમાં બે ભાઈની એકની એક બહેન હતી. તાલુકા પોલીસના પી.એસ.આઇ જે એમ ઝાલા દ્વારા આ અંગે કારણ જાણવા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરિયાણું પ્રાથમિક તારણ કિરણના પતિની આર્થિક તંગી અને ઘર કંકાસ હોવાનું સામે આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *