હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં કોરોના વાયરસથી એક વૃદ્ધ મહિલાનું ઘરે જ મોત નીપજ્યું હતું. ત્રણ દિવસ સુધી મહિલાની લાશ ઘરની અંદર જ પડી હતી. જ્યારે આસપાસના લોકોને ત્યાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે પોલીસ અને મહાનગરપાલિકાને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ સાથે કેટલાક સામાજિક કાર્યકરોએ લાશને ઓરડામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
મળતી માહિતી મુજબ, સવિતા નામની એક વૃદ્ધ વિધવા મહિલા એકલી રહેતી હતી. વૃદ્ધ મહિલાએ ગામના ત્રણ લોકોને ભાડા પર એક ઓરડો આપ્યો હતો. આ દરમિયાન પંચાયતની ચૂંટણીમાં ભાડુઆત તેમના ગામ જતા રહ્યા અને મહિલા ઘરમાં એકલી રહી ગઈ.
આ સમગ્ર ઘટના અંગે સામાજિક કાર્યકર સહાય કહે છે કે તેને ફોન પર માહિતી મળી હતી કે કોવિડથી પીડિત વૃદ્ધ મહિલાનું તેના ઘરે મૃત્યુ થયું છે. ઘરમાં એકલી રહેતી આ મહિલાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. તેનો મૃતદેહ સંપૂર્ણપણે સડી ગયો હતો. તેનો હાથ કૂતરાઓએ ખાઈ ગયા હતા અને તેની આસપાસ ત્રણ પ્રાણીઓ હતા. એમ્બ્યુલન્સના અભાવે મહિલાનો મૃતદેહ ખાનગી વાહનમાં લઈ જવો પડ્યો.
સ્થાનિક લોકો કહે છે કે, દુર્ગંધ આવવાથી તેઓ તેમના ઘરની અંદર ગયા અને જોયું તો ત્યાં તેનો મૃતદેહ હતો અને આસપાસ પ્રાણીઓ હતા. તેનો એક હાથ કુતરા ખાઈ ગયાં હતાં. થોડા દિવસો પહેલા તેમણે જણાવ્યું હતું કે તેને ખૂબ જ તાવ છે.
પોલીસ મહિલાના પરિવારને શોધવાનું કામ કરી રહી છે, ત્રણ વર્ષ પહેલા તેના પતિનું મોત નીપજ્યું હતું, ત્યારથી તે એકલી હતી. પોસ્ટમોર્ટમ પછી, મૃતદેહ તેમના પરિવારના સભ્યોને સોંપવામાં આવશે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અમિત કુમાર કહે છે કે, મહિલાનો મૃતદેહ ત્રણ દિવસથી મકાનમાં બંધ હતો. કોવિડ પ્રોટોકોલ હેઠળ મહિલાનો મૃતદેહ લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના લખનઉમાં બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.