અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં મોતની સવારી: એક ગાડીમાં 40 કરતા વધુ મુસાફરો પોટલાં ઉપર બેઠેલા દૃશ્યો જોવા મળ્યા

Aravalli News: છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસીઓ હાલ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતન જય રહ્યા છે ત્યારે કુઝર ગાડીમાં જીવન જોખમે બેસીને જતાં હોવાનો વિડીઓ વાઇરલ થયો છે. હાલ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, આ તહેવારની ઉજવણી કરવા છોટા ઉદેપુર જીલ્લાના(Aravalli News) આદિવાસીઓ કચ્છ કાઠિયાવાડથી પોતાના વતન જઈ ફરી રહ્યા છે ત્યારે કુઝર ગાડી ભાડે કરી છેક કચ્છ કાઠિયાવાડથી ગાડીમાં કેપેસિટી કરતા વધુ લોકો ભરાઈને આવે છે આટલું તો ઠીક ગાડીની છત પર પોટલાં અને પોટલાં ઉપર પોતાની મોટર સાયકલો અને તેના ઉપર શ્રમજીવીઓ છેક કચ્છ કાથીયાવાડથી સવારી કરીને જીવન જોખમે આવ્યા હોય તે પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે.

કુઝર પર પોટલાં,બાઈક અને તેના ઉપર બેઠેલા માણસો
અરવલ્લી જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહનચાલકો બેફામ બન્યા છે. જાહેર હાઇવે રોડ પર તેમજ સરકારી પોલીસ ચોકી આગળથી જ ઓવરલોડ મુસાફરો ભરેલા વાહનો પસાર થતા હોય છે. એક વાહનમાં 40 કરતા વધુ મુસાફરો ભરીને છેક છાપરે પણ ઠસોઠસ મુસાફરો ભરીને જીવના જોખમે મુસાફરોને મુસાફરી કરાવતા હોય છે. આવી બેફામ મોતની સવારીના કારણે ભૂતકાળમાં પણ ઘણા અકસ્માતો થયેલા છે અને કેટલાય નિર્દોષ લોકો આવી જોખમી મુસાફરીનો ભોગ બન્યા છે. ત્યારે આવા મોતની સવારી સમાન માત્ર નાણા કમાવવાની લાલચે કરાતી મુસાફરી બંધ કરાવી વાહનચાલકો સામે દંડનિય કાર્યવાહી કરેએ જરૂરી છે.

આરટીઓ અને પોલીસ વિભાગ ઘોર નિંદ્રામાં હોવાની સાબિતી
મહત્વની વાત એ છે આ શ્રામજીવીઓ 400 કિલોમીટર દૂરથી આ રીતે આવી રહ્યા છે,રસ્તામાં કેટલા જીલ્લા પડે છે અને અસંખ્ય ચેકપોસ્ટ પણ આવે છે અને અસંખ્ય પોલીસ મથકોની સરહદો પણ લાગે છે, તેમ છતાં તેઓ બેરોકટોક રીતે છેક જેતપુર, છોટા ઉદેપુર સુધી જઈ રહ્યા છે

શ્રમજીવીઓ 400 કિલોમીટર દૂરથી આ રીતે આવી રહ્યા છ
આવી જ રીતે સવારી કરીને અમરેલીથી અલીરાજપુર જઈ રહેલી એક કુઝર ગાડીનો અને અન્ય એક ગાડીના વિડીયો વાયરલ થયો છે. જેનાપર કેપિસિટી કરતા વધુ પેસેન્જર અને છત ઉપર પોટલાં, પોટલાં ઉપર મોટર સાયકલ અને તેના ઉપર શ્રમજીવીઓ બેઠેલા નજરે પડે છે. આવી રીતે ગાડીઓમાં ભરીને જવા છતાં રાજ્યના આરટીઓ અને પોલીસ વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે.