સુરતમાં છ વર્ષની બાળકીને પીંખીને પ્રાઈવેટ પાર્ટમાં ડૂચા ભરી વિકૃત આનંદ લેનારા નરાધમને કોર્ટે ફટકારી સજા

સુરત(Surat): દુષ્કર્મ (misdemeanor)ની ઘટનાઓમાં સતત વધારો થતો જણાઈ રહ્યો છે. દીકરીઓ બહાર તો ઠીક, પરંતુ ઘરમાં પણ સુરક્ષિત નથી. દુષ્કર્મની વધતી જતી ઘટનાઓનું એક કારણ એ પણ છે કે, આરોપીઓને ફાંસી આપવામાં આવતી નથી. ત્યારે હાલ સુરતના એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

એ ઘટના વિશે વાત કરીએ તો, ગત સાત ડિસેમ્બરના રોજ સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા કતારગામ વેડ રોડ ખાતેથી છ વર્ષીય એક પરપ્રાંતી બાળકી પર તેના જ બિલ્ડીંગમાં રહેતા મુકેશ ઉર્ફે મુકો ચીમનલાલ પંચાલ નામના નારાઘમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાદમાં બાળકીની હત્યા કરી નાખી હતી. આટલું જ નહિ, હત્યા બાદ બાળકીને કોથળામાં પેક કરી પેટી પલંગમાં સંતાડી હતી. આ ઘટનામાં ગણતરીના સમયમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં આજે સુરત સેશન કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં જજ યુ.એમ. ભટ્ટ દ્વારા બળાત્કાર અને હત્યાના ગુનામાં ફાંસીની સજા સંભળાવી છે. સાથે જ પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

જાણવા મળ્યું છે કે, રાત્રે 9:00 વાગ્યા સુધી કોર્ટ શરૂ રાખવામાં આવી હતી. એડિશનલ સેશન જજ યુ.એમ ભટ્ટ દ્વારા બળાત્કારી મુકેશ પંચાલને ફાંસીએ લટકાવવાની સાથે સાથે અલગ અલગ કલમ મુજબ પણ સજા સંભળાવી હતી. જેમાં IPC કલમ 376 A અને Bમાં ફાંસી, 302 હત્યામાં ફાંસી અને 5000નો દંડ, 303માં 1 વર્ષ અને 200 રૂપિયાનો દંડ, 363માં 7 વર્ષ અને 1000 રૂપિયાનો દંડ, 366માં 10 વર્ષ અને 1000 રૂપિયાનો દંડ, 376(2) (J)( L) 10 વર્ષ અને 3000 રૂપિયાનો દંડ તેમજ 376 (3)માં 20 વર્ષ અને 5000 રૂપિયાનો દંડ આ દરેક સજા સંભાળવવામાં આવી છે.

નોંધનીય છે કે, દુષ્નાકર્મ કેસમાં જજ દ્વારા સંભળાવવામાં આવેલી સજા ઐતિહાસિક રહી હતી. બાળકીને ગુમાવનાર માતા-પિતાને પણ ખૂબ જ મોટું વળતર ચૂકવવાની જજ દ્વારા જાહેરાત કરાઈ હતી. જજ યુ.એમ ભટ્ટ દ્વારા પરિવારને કમ્પન્સેંશન મુજબ 23.50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું હુકમ કર્યો હતો.

રૂપિયાની લાલચ આપી બાળકીને ઘરમાં લઈ ગયો:
આ નરાધમે ગત સાત ડિસેમ્બરના રોજ સવારે સાડા દસ વાગ્યા આસપાસ બાળકીને રૂપિયા આપવાની લાલચ આપી ફોસલાવી પોતાના રૂમમાં લઇ ગયો હતો અને બાદમાં તેણીની ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી અને બાદમાં લાશને પોતાના જ ઘરમાં રહેલી પેટી પંલગમાં સંતાડી ઘરને તાળું મારી નાસી ગયો હતો. નરાધમ યુવક મોડી રાત્રે કોઈને ખબર ના પડે તેમ બાળકીની લાશને નિકાલ કરવાનો વિચારી રહ્યો હતો. પરંતુ તે પહેલા જ મોડી સાંજે પોલીસને શંકા જતા નરાધમ યુવકના ઘરનું તાળું તોડી તપાસ કરી હતી. આ દરમિયાન બાળકીની લાશ મળી આવી હતી.

મળતી માહિતી અનુસાર, 40 વર્ષીય નરાધમ આરોપી મુકેશ પંચાલ મૂળ પાટણ જિલ્લાનો સુરતના ચોક બજાર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા કતારગામ ખાતેના એક બિલ્ડિંગમાં તે એકલો રહેતો હતો. સુરતમાં રોજગારી મેળવવા અને વ્યવસાય કરવા આવ્યો હતો. સુરતમાં છુટા છવાય મજૂરી કામ કરવાની સાથે તે શહેરમાંથી વાહન ચોરી કરવાનું ગુનાહિત કાર્ય પણ કરતો હતો.

ઘટનાને લઇ ભાજપના ઉમેદવારે જીતનો વિજય ઉત્સવ પણ મનાવ્યો ન હતો:
મત ગણતરીના દિવસે જ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. આ દરમિયાન બીજા દિવસે મત ગણતરીમાં કતારગામ વિધાનસભા બેઠક પરથી ફરી એક વખત ભાજપના ઉમેદવાર વિનુ મોરડીયાનો વિજય થયો હતો. એક બાજુ ભાજપની જીતની ખુશીમાં સમગ્ર ગુજરાતમાં વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. ત્યારે બીજી તરફ વિનુ મોરડીયા દ્વારા પોતાના વિસ્તારમાં બનેલી આ બાળકીની ઘટનાને લઇ પોતાની જીતની ખુશી ન મનાવવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *