જયારથી ભારતમાં મોટર વાહન અધિનિયમ લાગ્યો છે ત્યારથી જાહેર જનતા ખુબ જ પરેશાન થઇ ચુકી છે. જાહેર જનતાનું પરેશાન થવું પણ વ્યાજબી છે, પરંતુ સરકારે જે નિર્ણય લીધો તે આજે થોડો સાર્થક થયો હોય તેવું લાગી રહ્યું છે. અને તેમ છતાં લોકો માટે સારું થાય તેવું સરકાર કરી છે. પરંતુ આટલા બધા દંડથી જાહેર જનતા કંટાળી જ છે.
1 સપ્ટેમ્બરના રોજ સુધારેલા મોટર વાહન અધિનિયમ લાગુ થયાના પ્રથમ બે મહિનામાં ભારતમાં માર્ગ અકસ્માતોમાં ઓછામાં ઓછા 9 ટકાનો ઘટાડો થયો છે. 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબરની વચ્ચે, ભારતમાં માર્ગ અકસ્માત-સંબંધિત 3,375 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગયા વર્ષે સમાન ગાળામાં 3,729 લોકોના મોત થયાં હતા.
ગુરુવારના રોજ લોકસભામાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આ માહિતી આપી હતી. નવા કાયદા હેઠળ ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડમાં મોટો વધારો કરવા બદલ આ વર્ષે મોટર વાહન અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો ત્યારે ગડકરીને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
સુધારેલા મોટર વાહન અધિનિયમ દ્વારા માર્ગ અકસ્માતોને ઘટાડવાનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે કે કેમ તે અંગેના તેમના લેખિત જવાબમાં કહેવાયું છે કે અમુક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ માર્ગ અકસ્માત અને જાનહાનિમાં ઘટાડો થયો છે.
લોકસભામાં રજૂ કરાયેલા દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે ચંદીગઢમાં માર્ગ અકસ્માતોથી સંબંધિત મૃત્યુમાં ગયા વર્ષની તુલનામાં 75 ટકાનો ઘટાડો થયો છે. પુંડ્ડુચેરીમાં આ ઘટાડો 31 ટકા હતો. ઉત્તરાખંડમાં 22 ટકાનો અને ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં 14 ટકાનો ઘટાડો થયો હોવાની જાણકારી આપવામાં આવી છે.
સુધારેલા મોટર વાહન અધિનિયમ દ્વારા 1 સપ્ટેમ્બરના રોજ રજૂ કરવામાં આવતાં એક મોટો વિવાદ સર્જાયો હતો. સુધારેલા કાયદા અંતર્ગત ટ્રાફિકના ભંગ બદલ દંડમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે.
તેના અમલીકરણના પહેલા અઠવાડિયામાં, ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ દેશભરના ઘણા લોકોને દસ હજારનો દંડ ફટકાર્યા બાદ આક્રોશ ફેલાયો હતો. આ વધારાના દંડ સામે આક્રોશ હતો કે ભાજપ શાસિત ઘણા રાજ્યો સહિત અનેક રાજ્ય સરકારોએ ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ઘટાડવા માટે અલગ સૂચનાઓ બહાર પાડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.