માઈક્રો બ્લોગીંગ પ્લેટફોર્મ ટ્વીટર પર છેલ્લા ૪૮ કલાકથી #DeclareGujExams હેશ ટેગથી વિદ્યાર્થીઓએ વિપક્ષના સથવારે આંદોલન આરંભ્યું છે. વિદ્યાર્થીઓ સીધા પ્રધાનમંત્રી મોદીને આ બાબતે વિજય રૂપની સરકાર વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે. એક વિદ્યાર્થી પોતાની વ્યથા લખે છે, “તમારા થી 3 વર્ષે સુધી ભરતી પ્રક્રિયા પુરી ન થઈ. આવી ખરાબ વૃત્તિ ના કારણે આજે ગુજરાતના વિદ્યાર્થીઓ જવાબ માંગે છે. કેમ કંઈ બોલતા નથી? જવાબ નથી? બોલો સાહેબ. આજે આખુ ભારત ટ્વિટર માં અમારા સવાલો થી તમારા કામ જોવે છે. મોદી સાહેબ જોશે તો અમને પણ શરમ આવશે.”
#DeclareGujExams તમારા થી 3 વર્ષે સુધી ભરતી પ્રક્રિયા પુરી ન થઈ.આવી ખરાબ વૃત્તિ ના કારણે આજે ગુજરાતના વિદ્યાર્થીઓ જવાબ માંગે છે.કેમ કંઈ બોલતા નથી? જવાબ નથી?બોલો સાહેબ.આજે આખુ ભારત ટ્વિટર માં અમારા સવાલો થી તમારા કામ જોવે છે.મોદી સાહેબ જોશે તો અમને પણ શરમ આવશે.
@devanshijoshi71— Desai Ajay Narayanbhai (@DesaiAjay9899) May 19, 2020
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરતા રાજ્યસરકાર પર યુવાનોની કારકિર્દી બગાડવાનો આરોપ લગાવ્યો છે. અને રાજસ્થાન સરકાર માફક કામ કરવાની સલાહ આપી છે.
સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા, પરિણામ અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર બેદરકારીપૂર્વક વિલંબ કરી યુવાનોની કારકિર્દી સાથે ચેડાં કરી રહી છે@vijayrupanibjp યુવાનોને બેરોજગારીના મુખમાં ધકેલવાનું બંધ કરી રાજસ્થાન સરકારની રાહે તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે#DeclareGujExams
— Amit Chavda (@AmitChavdaINC) May 19, 2020
મિલન રાદડિયા નામનો યુવાન લખે છે કે, હેલો સંવેદનશીલ સરકાર અમારે પરીક્ષા ની તૈયારીયારી ઓ બંઘ કરીને ૨૦૨૧ ની ચુંટણી લડવાની તૈયારી માં ના લાગવું પડે એ જવાબદારી તમારા પર મૂકીએ છીએ.
હેલો સંવેદનશીલ સરકાર અમારે પરીક્ષા ની તૈયારીયારી ઓ બંઘ કરીને ૨૦૨૧ ની ચુંટણી લડવાની તૈયારી માં ના લાગવું પડે એ જવાબદારી તમારા પર મૂકીએ છીએ.#DeclareGujExams#Permanent_Postt_Mphw_Fhw@vijayrupanibjp
@devanshijoshi71@isudan_gadhvi @jigneshmevani80 @AmitChavdaINC— Milan Rabadiya (@MilanRabadiya9) May 19, 2020
હાર્દિક શેખલિયા નામનો યુવાન પણ સવાલ કરી રહ્યો છે કે અમે તેનું ભવિષ્ય અંધકારમય બનશે કે શું? અમે મહેનત ની નોકરી માંગીએ છે તમે શું ખાલી પરિક્ષા ની તારીખ જાહેર નથી કરી શકતા. ક્યાં સુધી અમારું ભવિષ્ય અંધકારમય બનાવશો.? બુક પકડતા પણ હવે ડર લાગે છે પરિક્ષા આવશે કે નહીં.
અમે મહેનત ની નોકરી માંગીએ છે તમે શું ખાલી પરિક્ષા ની તારીખ જાહેર નથી કરી શકતા.
ક્યાં સુધી અમારું ભવિષ્ય અંધકારમય બનાવશો.? બુક પકડતા પણ હવે ડર લાગે છે પરિક્ષા આવશે કે નહીં. @CMOGuj @paresh_dhanani @BJP4Gujarat @jigneshmevani80 @HardikPatel_ #DeclareGujExams— Hardik Shekhaliya (@HardikPatel_79) May 19, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news